દીપેશ-અભિષેક મર્ડર કેસઃ આસારામ અને નારાયણ સાંઈને ક્લીન ચિટ

26 July, 2019 04:27 PM IST  |  ગાંધીનગર

દીપેશ-અભિષેક મર્ડર કેસઃ આસારામ અને નારાયણ સાંઈને ક્લીન ચિટ

આસારામ અને નારાયણ સાંઈને ક્લીન ચિટ

આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ માટે રાહતના સમાચાર આવ્યા છે. દીપેશ-અભિષેક હત્યાકાંડમાં બંનેને ક્લીન ચિટ મળી ગઈ છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા જસ્ટિસ ત્રિવેદી પંચના રિપોર્ટમાં બાળકોની મોત ડૂબવાથી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના માટે આસારામના વ્યવસ્થાપકોને ફટકાર પણ લગાવવામાં આવી છે.

શું છે કેસ?
આસારામ આશ્રમમાં અભ્યાસ કરતા દીપેશ અને અભિષેક 3 જુલાઈ 2008ના દિવસે આશ્રમમાંથી લાપતા થયા હતા. પાંચ જુલાઈએ તેમના ક્ષત-વિક્ષત મૃતદેહો સાબરમતી નદીના પટમાં પડેલા મળ્યા હતા. તેમના પિતા શાંતિ વાઘેલા અને પ્રફુલ્લ વાઘેલાએ આસારામ અને નારાયણ પર આશ્રમમાં તાંત્રિક વિધિ કરવાનો આરોપ લગાવ્યો હતો. સીઆઈડી ક્રાઈમને આ મામલાની તપાસ સોંપવામાં આવી હતી. વાઘેલા બંધુઓએ આ મામલાની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી હતી, પરંતુ ગુજરાત સરકારે તેમની માંગણી ફગાવી હતી.

બાળકોના મોત બાદ અમદાવાદના રાણિપથી લઈને સાબરમતી આસારામ આશ્રમ સુધી જોરદાર વિરોધ-પ્રદર્શન થયું તથા પીડિત પરિવાર ઉપવાસ પર બેસી ગયો. નિષ્પક્ષ તપાસનો ભરોસા આપતા ગુજરાત સરાકરને ત્યારે તેમનો ઉપવાસ સમાપ્ત કરાવ્યો હતો. સરકારે તપાસ માટે સેવાનિવૃત ન્યાયાધીશ ડીકે ત્રિવેદી પંચનું ગઠન કર્યું. પંચે તપાસ કરીને વર્ષે 2013માં સરકાર 179 પાનાનો રિપોર્ટ સોંપી દીધો, જેને સરકારે શુક્રવારે વિધાનસભામાં રજૂ કર્યો. 11 વર્ષ બાદ આવેલી આ રિપોર્ટમાં બાળકો પણ તંત્ર વિધિ અને આશ્રમમાં તાંત્રિક ક્રિયાઓના કોઈ પુરાવો ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

પંચે સાફ જણાવ્યું છે કે બાળકોના શરીરથી અંગો ગાયબ હોવાના પણ પુરાવા નથી મળ્યા. બાળકોના પિતા પ્રફુલ્લ અને શાંતિ વાઘેલાનો આરોપ છે કે સીઆઈડીની તપાસ જ ખોટી હતી, પોસ્ટ મોર્ટમની વીડિયોગ્રાફી નથી કરવામાં આવી. અભિષેકના શરીર પર ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા હોવાના નિશાન છે, છાતીના ભાગમાંથી અનેક અંગો ગાયબ હતા. તેમને એ પણ આરોપ છે કે આશ્રમથી બાળકો નદીમાં કઈ રીતે ચાલ્યા ગયા. બાળકોનું મોત ડૂબવાથી થઈ તો તેનું ટીશર્ટ ખુલીને બહાર કેમ આવી ગયું. વાઘેલાએ સરકાર પર આસારામ અને નારાયણ સાંઈને બચાવવા માટે સાંઠ-ગાંઠ કરીને આ મામલાને રફેદફે કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટ પાસેની આ જગ્યાઓની મુલાકાત તમે લીધી?

કોંગ્રેસે ભાજપ પર સાધ્યું નિશાન
કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે કહ્યું કે રાજ્ય અને દેશમાં કોઈ ચૂંટણી ન હોવાથી રાજ્યની ભાજપ સરાકરે આસારામ અને તેના દીકરાને બચાવવાનો પ્રયાસ કર્યો છે. મૃતક બાળકો અને તેના પરિવારને ન્યાય નથી મળ્યો. સરકારે તપાસ બરાબર રીતે નતી કરાવી. આ મામલા સાથે જોડાયેલા અનેક સવાલોના જવાબ હજી સુધી નથી મળ્યા. 11 વર્ષ બાદ રિપોર્ટ સદનમાં રજૂ કરવામાં આવ્યો હોવાથી સરકારની નીયત પર શક થાય છે.

asaram bapu ahmedabad gujarat