આનંદીબહેન પટેલે ૧,૧૦,૩૯૫ વોટની જંગી સરસાઈથી સૌથી મોટી જીત મેળવી

21 December, 2012 03:43 AM IST  | 

આનંદીબહેન પટેલે ૧,૧૦,૩૯૫ વોટની જંગી સરસાઈથી સૌથી મોટી જીત મેળવી



ગુજરાત બીજેપી સરકારમાં મહેસૂલપ્રધાન આનંદીબહેન પટેલે આ વખતે તેમની બેઠક બદલી હતી. તેમણે ગઈ ચૂંટણીમાં પાટણની બેઠક પરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી, પરંતુ આ વખતે બેઠક બદલીને બીજેપીની સૌથી સેફ ગણાતી અને નવા સીમાંકન બાદ સરખેજ બેઠકમાંથી નવી બનેલી ઘાટલોડિયાની બેઠક પસંદ કરી હતી.

આનંદીબહેન પટેલને ચૂંટણીમાં મતદારોએ ખોબલે-ખોબલે મત આપ્યા છે એવું એટલા માટે કહી શકાય કે તેમને કુલ ૧,૫૪,૫૯૯ મત મળ્યાં છે, જ્યારે કૉન્ગ્રેસના ઉમેદવાર રમેશ પટેલને ૪૪,૨૦૪ મત મળ્યાં છે એટલે આનંદીબહેન પટેલને ૧,૧૦,૩૯૫ મતની સરસાઈ મળી હતી અને સૌથી વધુ મતથી તેમણે વિજય મેળવ્યો છે.