આનંદીબહેને ભિલાડ ચેકપોસ્ટની ઓચિંતી મુલાકાત લેતાં દોડધામ

21 October, 2014 03:15 AM IST  | 

આનંદીબહેને ભિલાડ ચેકપોસ્ટની ઓચિંતી મુલાકાત લેતાં દોડધામ




ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે વલસાડ જિલ્લામાં નૅશનલ હાઇવે પર આવેલી ભિલાડની RTO ચેકપોસ્ટની ગઈ કાલે સવારે ઓચિંતી મુલાકાત લઈને જાતનિરીક્ષણ કરતાં RTO અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

આનંદીબહેન પટેલ કોઈ પણ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વગર અચાનક જ આવેલાં આનંદીબહેને સફાઈ, CCTV કૅમેરા સર્વેલન્સ, વાહન યાતાયાત લેન નિયંત્રણ વગેરે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચેકપોસ્ટ પરથી દસેક ગાડીઓનું ચેકિંગ પણ કર્યું હતું અને ડૉક્યુમેન્ટ્સ તપાસ્યા હતા. ભિલાડ ચેકપોસ્ટમાં થયેલી ગંદકી જોઈને આનંદીબહેને અધિકારીઓનો ઊધડો લીધો હતો અને સફાઈકામ માટે સૂચનાઓ આપી હતી.

સેલવાસ વેકેશન માણવા આવ્યાં?

બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે કે આનંદીબહેન પટેલ ગઈ કાલે તેમની ફૅમિલી સાથે સેલવાસ મિની વેકેશન માટે આવ્યાં હતાં. સવારે તેઓ હેલિકૉપ્ટર દ્વારા દમણ આવ્યાં હતાં અને ત્યાંથી ભિલાડ ચેકપોસ્ટ પર સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.