કોરોનાકાળમાં વડોદરાના છોકરાને મેલબર્નમાં ગુરુદ્વારામાંથી મળી મદદ

13 June, 2020 01:16 PM IST  |  Mumbai Desk | Shilpa Bhanushali

કોરોનાકાળમાં વડોદરાના છોકરાને મેલબર્નમાં ગુરુદ્વારામાંથી મળી મદદ

ડાબેથી ધ્રુવ દ્વિવેદી માતા પિતા સાથે

દેશ-વિદેશમાં કોરોના પોતાનો કહેર વરસાવી રહ્યો છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં અહીં તમને જણાવીએ એક વડોદરાના વિદ્યાર્થી વિશે જે બે વર્ષ પહેલા મેલબર્નમાં પોતાની સ્ટડી કરવા પહોંચ્યો હતો. અને ત્યાં તે સ્ટડી સાથે સાથે પાર્ટ ટાઇમ વર્ક પણ કરતો હતો.

મેલબર્નમાં છેલ્લા બે વર્ષથી ભણતાં અને સાથે સાથે કામ કરતા ધ્રુવ દ્વિવેદીને કોરોના ક્રાઇસિસને કારણે તેને કામ પરથી રજા આપી દેવામાં આવી. આ કારણસર તે જે મકાનમાં રહેતો હતો તેનું ભાડું આપવા માટે પણ તેની પાસે પૈસા બચ્યા નહોતાં. તેથી તેને તે ઘરમાંથી પણ બહાર જવા કહ્યું અને તેની પાસે જમવા માટે પણ પૈસા ન રહ્યા હોવાથી તેણે તેની માતાને ફોન કરીને જણાવ્યું. માતાએ ત્યારે ધ્રુવને ફોન પર જણાવ્યું કે આસપાસ કોઇ ધર્મસ્થળે જઇને મદદ માગીશ તો કોઇ મદદ જરૂર મળશે.

ધ્રુવે પોતાની આસપાસ આવેલા ધર્મસ્થળો વિશે સર્ચ કર્યું. આ શોધમાં તેને ખબર પડી કે તે જ્યાં રહે છે ત્યાંથી લગભગ 1 કિમીના અંતરે એક ગુરુદ્વારા હતું. આ ગુરુદ્વારામાં તેણે ફોન કર્યો. પહેલી વાર ફોન કરવા પર કોઇએ ફોન ન ઉપાડ્યો. પણ લગભગ એક કલાક પછી ગુરુદ્વારામાંથી સામેથી ફોન આવ્યો અને તેણે પોતાની સ્થિતિ જણાવી.

ગુરુદ્વારામાંથી મળી મદદ
ગુરુદ્વારામાં પોતાની સ્થિતિ જણાવ્યા પછી ત્યાંથી તેને મદદ મળી એટલું જ નહીં તેને કહેવામાં આવ્યું કે તેને જ્યારે પણ કોઇપણ વસ્તુની જરૂર હોય તો તે ગુરુદ્વારામાં જઈ શકે છે. એટલું જ નહીં તે આજે પણ દરરોજ ગુરુદ્વારામાં જાય છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માન્યો આભાર
ધ્રુવે આ સંપૂર્ણ ઘટના માટે ગુરુદ્વારાનો આભાર માનવા માટે તેણે પોતાના ફેસબુક પર એક પોસ્ટ શૅર કરી હતી. જેમાં તેણે મેલબર્નના ગુરુદ્વારા પાસેથી મળેલી મદદ માટે આભાર માન્યો હતો.

melbourne international news coronavirus covid19