મોત મહેકાવી ગયું

09 November, 2012 05:19 AM IST  | 

મોત મહેકાવી ગયું



‘અત્તર શીખવે છે કે માણસ જો મનથી સ્વસ્થ હોય અને સ્વભાવથી ખુશ્બૂદાર હો તો તમારી ગેરહાજરીમાં પણ તમારી ખુશ્બૂ રહી જાય છે.’

ગુજરાતી નાટક માટે એકદમ યોગ્ય કહેવાય એવો આ ડાયલૉગ જામનગરના અમૃતલાલ રામાણી પોતે પોતાની આખી જિંદગી દરમ્યાન રીતસર જીવ્યા અને એટલે જ સમજણા થયા ત્યારથી તે જે કોઈને મળે તેને અત્તર લગાડીને ખુશ્બૂની આ વ્યાખ્યા સમજાવતા. તોંતેર વષીર્ય અમૃતલાલ રામાણીની ઇચ્છા હતી કે તેમનો આ સંદેશ તેમના મોત પછી પણ લોકો વચ્ચે વહેતો રહે અને એ જ કારણે સોમવારે તેમના મૃત્યુ પછી નીકળેલી અંતિમ યાત્રામાં અને ગઈ કાલે જામનગરમાં રાખવામાં આવેલી પ્રાર્થના સભામાં હાજર રહેલા તમામને રામાણી પરિવાર વતી બધાને અત્તર લગાવવામાં આવ્યું હતું. અમૃતલાલ રામાણીના પિતરાઈ ભાઈ કેશુભાઈ રામાણીએ કહ્યું હતું કે ‘અમૃતભાઈની ઇચ્છા મુજબ અમે અંતિમ યાત્રા અને પ્રાર્થના સભામાં કુલ ૧૨૫ બૉટલ અત્તર વાપર્યું અને આવનારા સૌને સુગંધની ભેટ આપી.’

માણસ મર્યા પછી પણ સુગંધ છોડી જાય એ આનું નામ.