અમિત શાહ વિશે કમેન્ટ નહીં કરવાની બીજેપીના સિનિયર નેતાઓને સૂચના

28 September, 2012 05:47 AM IST  | 

અમિત શાહ વિશે કમેન્ટ નહીં કરવાની બીજેપીના સિનિયર નેતાઓને સૂચના


શાહ માટે હજી પણ કપરા દિવસો છે જ

સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં તડીપાર થયેલા અમિત શાહ પાછા આવ્યા એ સારા સમાચાર ચોક્કસ છે, પણ તેમને માટે સારા દિવસો આવ્યા એવું ન કહી શકાય. કારણ કે ૧૦ દિવસ પહેલાં સીબીઆઇએ સોહરાબુદ્દીનના સાથીદાર એવા તુલસી પ્રજાપતિના ફેક એન્કાઉન્ટર કેસમાં દાંતા કોર્ટમાં જે ચાર્જશીટ ફાઇલ કરી છે એ ચાર્જશીટમાં અમિત શાહને પહેલા નંબરના આરોપી ગણાવવામાં આવ્યા છે. તુલસી પ્રજાપતિ કેસની ચાર્જશીટ દાર્શનિક પુરાવાઓ અને જુબાનીના આધારે તૈયાર કરવામાં આવી છે. આ કેસમાં અમિત શાહની ઇન્ક્વાયરી હજી બાકી છે. આ જ કારણસર પ્રબળ શક્યતા એવી છે કે ગુજરાતમાં પાછા આવતા અમિત શાહને સીબીઆઇ આગામી દિવસોમાં તુલસી પ્રજાપતિ કેસમાં અમિત શાહની ઇન્ક્વાયરી શરૂ કરે અને જરૂર પડે તો તેમની અરેસ્ટ પણ કરે.