આજથી બે દિવસ માટે આખો અંબાણી પરિવાર ચોરવાડમાં

27 December, 2011 04:03 AM IST  | 

આજથી બે દિવસ માટે આખો અંબાણી પરિવાર ચોરવાડમાં



ધીરુભાઈ અંબાણીના ૮૦મા જન્મદિવસની ઉજવણી માટે અને ચોરવાડમાં જ્યાં ધીરુભાઈ અંબાણી જન્મ્યા હતા એ ઘરને ‘ધીરુભાઈ અંબાણી સ્મૃતિ ભવન’ તરીકે ખુલ્લું મૂકવા ધીરુભાઈ અંબાણી પરિવારના સમગ્ર સભ્યો આજે ચોરવાડ આવી રહ્યા હોવાની ઑફિશ્યલ ઇન્ફર્મેશન આપવામાં આવી છે. પહેલાં કોકિલાબહેન અંબાણી અને મુકેશ-અનિલ અંબાણી પોતાની ફૅમિલી સાથે ચોરવાડ આવશે એવી વાત હતી, પણ ગઈ કાલે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે કોકિલાબહેન પોતાના બન્ને દીકરા ઉપરાંત બન્ને દીકરીઓ દીપ્તિ સાલગાંવકર અને નીના કોઠારી તથા જમાઈ અને બધાં બાળકો સાથે ચોરવાડ આવી રહ્યાં છે.

આવતી કાલે ધીરુભાઈ અંબાણીના ૮૦મા જન્મદિવસે ભાગવત-કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ધીરુભાઈ અંબાણીના ઘરને ‘ધીરુભાઈ અંબાણી સ્મૃતિ ભવન’ તરીકે ખુલ્લું મૂકવામાં આવશે.

ધીરુભાઈ અંબાણી સ્મૃતિ ભવનના એક માળ પર ધીરુભાઈ અંબાણીના અલભ્ય કહેવાય એવા ફોટોગ્રાફ્સ, ડૉક્યુમેન્ટ્સ અને ધીરુભાઈ અંબાણીની જૂની માર્કશીટ્સ, તેમના પત્રો વગેરે રાખવામાં આવ્યું છે; એક માળે ઑડિટોરિયમ બનાવવામાં આવ્યું છે જ્યાં ડૉક્યુમેન્ટરી બતાવવામાં આવશે.