આખરે અલ્પેશ ઠાકોર-ધવલસિંહનું ધારાસભ્ય પદેથી રાજીનામુ

05 July, 2019 03:23 PM IST  |  ગાંધીનગર

આખરે અલ્પેશ ઠાકોર-ધવલસિંહનું ધારાસભ્ય પદેથી રાજીનામુ

File Photo

એક તરફ રાજ્યમાં રાજ્યસભાની બે બેઠકો પર પેટાચૂંટણી ચાલી રહી છે. ત્યારે ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસબ્ય અલ્પેશ ઠાકોર અને તેમના નજીકના ગણાતા ધવલસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે.


આ પહેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસબાની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ કર્યાના અહેવાલ હતા. આ મુદ્દે સવાલ પૂછતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું,"મેં અંતરઆત્માનો અવાજ સાંભળીને મતદાન કર્યું, અને રાષ્ટ્રીય નેતૃત્ત્વને ધ્યાનમાં રાખીને કર્યું. જે પાર્ટી લોકોનો આધાર ખોઈ ચુકી છે, જે પાર્ટીએ અમારી સાથે દ્રોહ કર્યો તેને ધ્યાનમાં રાખીને મત આપ્યો છે.'

ક્રોસ વોટિંગના સમાચાર બાદ ચર્ચા હતી કે પક્ષ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે પગલાં લઈ શકે છે. જો કે કોઈ પગલાં લેવાય તે પહેલા જ અલ્પેશ અને ધવલસિંહ ધારાસભ્ય પદ છોડી ચૂક્યા છે. અને હવે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદ અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કોંગ્રેસે વિધાનસભા સ્પીકર સાથે મુલાકાત કરી તેનું ધારાસભ્ય પદ રદ કરવા અરજી કરી હતી. જો કે સ્પીકરે તે ન સ્વીકારતા કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અલ્પેશ ઠાકોરે પોતે પક્ષમાંથી રાજીનામુ આપ્યું જ ન હોવાનું સોગંદનામુ કર્યુ હતું. જો કે હવે અલ્પેશ ઠાકોર ધારાસભ્ય પદ પરથી જ રાજીનામુ આપી ચૂક્યા છે, અને તેમની સાથે સાથે નજીકના ગણાતા ધવલસિંહે પણ કોંગ્રેસ છોડી દીધી છે.

Alpesh Thakor gujarat gandhinagar Gujarat Congress Gujarat BJP