રસ્તે રખડતા ઢોરને પકડવા જતા અધિકારીઓને ગાય માલિકોએ ઢોર માર માર્યો

22 April, 2019 06:01 PM IST  |  અમદાવાદ

રસ્તે રખડતા ઢોરને પકડવા જતા અધિકારીઓને ગાય માલિકોએ ઢોર માર માર્યો

ફાઈલ ફોટો

અમદાવાદમાં રખડતા ઢોરને પકડવા જતા કર્મચારીઓને માર મારવાનો બનાવ ફરી એકવાર સામે આવ્યો છે. આ વાતની ગંભીરતા લેતા જમાલપુરમાં રહેતા અબ્દુલ કાદર તેમના સાથીઓે મળીને પોલીસ ફરીયાદ કરી હતી. આ કર્મચારીઓ નારોલ વિસ્તારમાં રસ્તે રખડતા ઢોર પકડવા ગયા હતા. ત્યારે સ્થાનિક ગાયના માલિકો તેમના 4 સાથીદારો સાથે મળીને તેમને માર્યા હતા. ઈજાગ્રસ્ત સાથીઓએ પ્રાથમિક સારવાર બાદ પોલીસ ફરીયાદ કરી હતી.

ઢોર પકડવા ગયેલા કર્મચારીને માર માર્યો

ઢોર પકડવા જતાં કર્મચારીઓને ઢોરના માલિકોએ ઢોર માર માર્યો હોય તેવા કિસ્સા અનેક વાર બને છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી આ કિસ્સો સામે આવ્યો છે. ઢોર પકડવા ગયેલા કર્મચારીઓને માર મારવામાં આવ્યા હતા. આ કિસ્સો નારોલ નજીક બન્યો હતો. જેમા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે આ કર્મચારીઓ સીતાબાગ ટેનામેન્ટમાં સવારે રખડતા ઢોરને પકડવા હયા ત્યાર રાજુ રબારી, રધુ રબારી, લાલા રબારી અને અન્ય રબારી વસાહતના લોકોએ તેમને લાકડીઓથી માર માર્યો હતો. ત્યારબાદ આ લોકોએ સરકારી ગાડીઓને પણ નુકસાન પહોચાડ્યું હતું.

 

આ પણ વાંચો: સુરતઃ લગ્નમાં તુર્કી જવા માટે હીરા વેપારીએ બુક કરાવ્યું આખું પ્લેન

 

પરિસ્થિતિ વકરતા પોલીસ કન્ટ્રોલમાં ફોન કરી પોલીસ બોલાવી પડી

પરિસ્થિતિ કાબુમા ન રહેતા સેનેટરી ઈન્સપેક્ટરે પોલીસ કન્ટ્રોલ રુમમાં ફોન કર્યો હતો. ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ આ વિશે તપાસ હાથ ધરી છે અને આગળ પગલા લઈ રહી છે.