અમદાવાદના સરસપુર વિસ્તારમાં કમળાનો કેર : ૧૭૩ કેસો નોંધાયા

25 November, 2014 05:25 AM IST  | 

અમદાવાદના સરસપુર વિસ્તારમાં કમળાનો કેર : ૧૭૩ કેસો નોંધાયા


અમદાવાદના સરસપુર વિસ્તારમાં પીવાના પાણીની લાઇન સાથે ગટરની લાઇનનું પાણી ભળી જતાં સરસપુર વિસ્તાર જાણે કે કમળાગ્રસ્ત બની ગયો છે. આ વિસ્તારમાં આવેલી ૨૫થી વધુ પોળો, સોસાયટી અને કેટલાક ફ્લૅટમાં જાણે કે ઘરે ઘરે કમળાના દરદીઓ

હોય એમ કમળાના ૧૭૩ દરદીઓ નોંધાયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ગઈ કાલે સાંજે મળેલી સામાન્ય સભામાં કૉન્ગ્રેસના સભ્યોએ કમળાના મુદ્દે દેખાવો અને સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. ‘ભારતભરમાં સફાઈની વાતો, અમદાવાદમાં પ્રજાને કમળાની લાતો’, ‘ભાજપના કમળે આપ્યો કમળો’ અને ‘રોગચાળો સફળ, ભાજપ નિષ્ફળ’ જેવાં પ્લૅકાર્ડ્સ સાથે કૉન્ગ્રેસના કૉર્પોરેટરોએ દેખાવો કર્યા હતા અને રોગચાળાને નાથવા અને નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માગણી કરી હતી.