શહેરમાં કલમ 144 લાગુ ન હોય તો કોઈ પણ મંજૂરી વિના સભા કે સરઘસ કાઢી શકાય

05 February, 2020 07:44 AM IST  |  Ahmedabad

શહેરમાં કલમ 144 લાગુ ન હોય તો કોઈ પણ મંજૂરી વિના સભા કે સરઘસ કાઢી શકાય

ગુજરાત હાઈ કોર્ટ

અમદાવાદ શહેરમાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતી સીઆરપીસીની કલમ ૧૪૪ સામે આઇઆઇએમ-એના ફેકલ્ટી મેમ્બર અને અન્ય ચાર લોકોએ હાઈ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીની સુનાવણી કરતાં હાઈ કોર્ટે રાજ્ય સરકારને પાંચ ફેબ્રુઆરી સુધીમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે. સીઆરપીસીની કલમ ૧૪૪ મામલે અમદાવાદ શહેર પોલીસ-કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે શહેરમાં કોઈ બનાવ ન બને એની ગંભીરતાને ધ્યાનમાં રાખી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવે છે. શહેરમાં કોઈ ને કોઈ સભા કે આયોજન હોય છે જેથી એની મંજૂરી લેવી પડે છે, જો કલમ ન લાગુ હોય તો કોઈ પણ મંજૂરી વગર સભા કે સરઘસ કાઢી શકે છે.

આ પણ વાંચો : નોટિસ આપી છતાં કોઈ કાર્યવાહી નહીં: ફાયર-સેફ્ટીના અભાવે 180 દુકાનોને સીલ કરાઈ

આઇઆઇએમ-એના ફેકલ્ટી મેમ્બર અને અન્ય ચાર લોકોએ પોલીસ-કમિશનરના કલમ-૧૪૪ હેઠળના જાહેરનામાને પડકારતી પિટિશન ગુજરાત હાઈ કોર્ટમાં કરી હતી જેની ગઈ કાલે થયેલી સુનાવણીમાં હાઈ કોર્ટે કહ્યું હતું કે ૨૦૧૬થી એક પણ દિવસ એવો નથી જેમાં કલમ-૧૪૪નું જાહેરનામું અમલી ન હોય. ૧૪૪ની કલમનો દુરુપયોગ થાય એ વાજબી નથી. કોઈ ચોક્કસ વિસ્તાર કે જગ્યામાં કલમ ૧૪૪ લાગુ કરી શકાય, પરંતુ આ મામલે આજે પાંચ ફેબ્રુઆરી સુધીમાં વિસ્તૃત ઍફિડેવિટ રજિસ્ટરમાં ફાઇલ કરાવવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી ૧૨ ફેબ્રુઆરીએ યોજાશે.

gujarat ahmedabad