ગુજરાત સરકારે Dragon Fruitનું નામ રાખ્યું 'કમલમ', જાણો એની પાછળનું કારણ

20 January, 2021 10:20 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત સરકારે Dragon Fruitનું નામ રાખ્યું 'કમલમ', જાણો એની પાછળનું કારણ

ડ્રેગન ફ્રૂટ, તસવીર સૌજન્ય - જાગરણ

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit)નું નામ બદલીને 'કમલમ' રાખવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારનું કહેવું છે કે આ ફળનો આકાર કમળની જેમ છે એટલે એનું નામ ડ્રેગન ફ્રૂટથી બદલીને હવે કમલમ કરવામાં આવ્યું છે. વિજય રૂપાણીનું કહેવું છે કે આ ફળ ચીન સાથે સંકળાયેલું છે એટલે અમે તેનું નામ બદલી નાખ્યું છે. સંસ્કૃત ભાષામાં કમલમ એટલે કમળનું ફૂલ. તાજેતરમાં ભારતમાં આ ફળ ઝડપથી લોકપ્રિય થયું છે. તે એક ઉષ્ણકટિબંધીય ફળ છે જે તેના અનોખા સ્વાદ અને સ્વરૂપ માટે પસંદ કરવામાં આવે છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે બાગાયતી વિકાસ મિશનના ઉદ્ઘાટન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું તે 'અમે ડ્રેગન ફ્રૂટના પેટન્ટને કમલમ કહેવા માટે અરજી કરી છે, પરંતુ ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે આ રાજ્યમાં આ ફળ કમલમ તરીકે ઓળખાશે.'

મુખ્ય પ્રધાને કહ્યું કે ભલે જ આ ફળ ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાય છે પરંતુ તે યોગ્ય નથી, જ્યારે 'કમલમ' શબ્દ સંસ્કૃત ભાષા છે, તેનો આકાર પણ કમળના ફૂલ જેવો જ છે. તેથી અમે તેને કમલમ કહેવાનું નક્કી કર્યું છે. નામ બદલવા પાછળ કોઈ રાજકીય કારણ નથી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કમલમ શબ્દથી કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી, જણાવી દઈએ કે કમળનું ફૂલ ભાજપનું પ્રતીક છે. ગાંધીનગર સ્થિત ભારતીય જનતા પાર્ટીનાં મુખ્યાલયનું નામ પણ 'શ્રી કમલમ' છે.

આ છે ડ્રેગન ફ્રૂટના ફાયદાઓ:

આ ફળમાંથી ઘણા પ્રકારના જૅમ, જેલી અને મુરબ્બો પણ તૈયાર કરવામાં આવે છે.

એક સામાન્ય આકારના ડ્રેગન ફ્રૂટમાં 60 કેલરી અને 2.9 ગ્રામ ફાઈબર મળે છે.

આ ફળમાં વિટામિન એ, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ, ફાઈબર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર છે.

ડ્રેગન ફળ વજન ઘટાડવામાં મદદગાર છે સાથે તેનું સેવન રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

વિટામીન સીથી ભરપૂર આ ફળ વધતી ઉંમરની સમસ્યાઓને દૂર કરીને યુવાન બનાવવામાં મદદ કરે છે.

ડાયાબિટીઝને અંકુશમાં રાખવા માટે ડ્રેગન ફ્રૂટ પણ ખૂબ ફાયદાકારક છે.

gujarat ahmedabad gandhinagar Vijay Rupani