27 December, 2020 04:40 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત ATS દ્વારા અબ્દુલ મજીદ કુટ્ટીની ધરપકડ. તસવીર - જાગરણ
ગુજરાત એટીએસની ટીમે ઝારખંડના જમશેદપુરથી શનિવારે દાઉદના સહયોગી અબ્દુલ મજીદ કુટ્ટીની ધરપકડ કરી છે. 1997માં ગણતંત્ર દિવસ પર ગુજરાત અને મહારાષ્ટ્રમાં બૉમ્બ વિસ્ફોટ કરવા માટે એક પાકિસ્તાની એજન્સીના ઈશારે દાઉદ ઈબ્રાહિમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટકો સંબંધિત કેસમાં સામેલ હતો. આની પહેલા વૈશ્વિક આતંકવાદી અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિસના ખાસ રહેલો બદમાશ ઈકબાલ મિર્ચીની મુંબઈ સ્થિત ત્રણ સ્થાવર મિલકતો જપ્ત કરી હતી. પાંચલો કરોડ રૂપિયાની આ સંપત્તિ કેન્દ્ર સરકારના બે કાયદા હેઠળ જપ્ત કરવામાં આવી હતી.
ઈડી અનુસાર મુંબઈના વરસી વિસ્તારમાં રાબિયા મેન્શન, મરિયમ લૉજ અને વ્યૂ નામની ઈમારતોને કબજે કરવામાં આવી છે. આ સ્થાવર મિલકતોને SAFEMA(સ્મગલર્સ એન્ડ ફૉરેન એક્સચેન્જ મેનીપ્યુલેટર્સ એક્ટ) અને એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ) હેઠળ કબજે કરવામાં આવી છે. જપ્તની કાર્યવાહી 9 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલી ઈમારતોમાં ઈકબાલ મિર્ચી અને એનાથી જોડાયેલા લોકોની ગેરકાયદેસક કમાણી લાગી હોવાના પુરાવા મળ્યા હતા. સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા જપ્તી આદેશમાં ત્રણેય ઈમારતોમાંથી સંબંધિત જવાબદારીઓ અને રોકાણને શૂન્ય ઘોષિત કરાઈ હતી.
હવે એના પર કોઈ વ્યક્તિ અને સંસ્થા કોઈપણ રીતનો દાવો કરી શકશે નહીં. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ઇકબાલ મિર્ચી સામે મની લોન્ડરિંગ કેસ (ગેરકાયદેસર રીતે પૈસા દેશમાંથી બહાર કાઢવાનો કેસ) નોંધ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં ત્રણેય બિલ્ડિંગનો કબજો મેળવ્યો હતો. પરંતુ 2013માં લંડનમાં તેનું મોત થઈ ગયું હતું. બાદ 2019માં મુંબઈ પોલીસે તેના સંબંધીઓ અને અન્ય લોકો વિરૂદ્ધ ઘણા કેસ નોંધ્યા છે. ઈડીને શંકા છે કે મિર્ચી પાસે મુંબઈ અને આજુબાજુમાં ઘણી વધુ સ્થાવર મિલકતો છે. એમાંથી કેટલાક સંબંધીઓના નામથી ખરીદી હોઈ શકે છે.