અમદાવાદઃઆજથી શરૂ થશે દુબઈ જેવો શોપિંગ ફેસ્ટ, દર કલાકે મળશે ઈનામ

17 January, 2019 12:02 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃઆજથી શરૂ થશે દુબઈ જેવો શોપિંગ ફેસ્ટ, દર કલાકે મળશે ઈનામ

શોપિંગ કરો અને જીતો ઈનામો

આવતીકાલે પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થવા જઈ રહી છે. તેની સાથે સાથે અમદાવાદમાં 10 દિવસ સુધી શોપિંગ ફેસ્ટિવલ પણ યોજાઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી આજે આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે. આ ફેસ્ટિવલ ફક્ત શોપિંગ માટે જ નહીં પરંતુ ડિસ્કાઉન્ટ માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. દુબઈ શોપિંગ ફેસ્ટિવલની જેમ જ આ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. એટલે કે જે જે સામાનની ખરીદી કરશો તેના પર લાખોની કિંમતના ઈનામ જીતવાની તક પણ મળશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પણ કંઈક આવું જ થવા જઈ રહ્યું છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 12 દિવસ સુધી ચાલશે. જેમાં તમે શોપિંગની સાથે સાથે હોટેલ, ક્લબ, જીમ, સ્પા સહિતની સુવિધાઓ મેળવી શક્શો. શોપિંગ ફેસ્ટિવલનું આયોજન પણ વાઈબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને કરાયું છે.

આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદી અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલમાં વસ્તુ ખરીદીને ઉદ્ઘાટન કરશે

આ ફેસ્ટિવલમાં ગ્રાહકોને કરોડો રૂપિયાની ગિફ્ટ્સ પણ મળશે. મળતી માહિતી પ્રમાણે તેમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ પર સામાન પણ મળશે અને 500 રૂપિયાથી વધુની ખરીદી કરવા પર ઈનામ અપાશે. ગ્રાહકો માટ દરેક મિનિટ લકી ડ્રો થશે જેમાં કુલ 11 કરોડ રૂપિયાના ઈનામ અપાશે. અહીં ગારમેન્ટ્સથી લઈને ઈલેક્ટ્રોનિક, ફર્નિચર, જ્વેલરીની સેંકડો દુકાનો હશે.