અમદાવાદ : PUB G બાદ હવે લુડો રમતા લોકોની કરાઇ ધરપકડ

19 March, 2019 12:21 PM IST  | 

અમદાવાદ : PUB G બાદ હવે લુડો રમતા લોકોની કરાઇ ધરપકડ

લુડોની મદદથી જુગાર રમતા લોકોની ધરપકડ

હાલમાં જ PUB Gથી થતી નકારાત્મક અસરોના કારણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં PUB Gને બૅન કરવામાં આવી છે અને જાહેરનામું જાહેર કરાયું છે કે, જો કોઈ PUB G રમતા પકડાશે તો તેમની સામે કાયદેસરના પગલા લેવાશે. જાહેરનામું બહાર પડતા જ પોલીસ એક્શનમાં આવી હતી અને જાહેરમાં PUB G રમતા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં લુડો રમતા લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જાહેરમાં લૂડો રમતા લોકો સામે જુગાર રમતા હોવાના ગુનો સામે 4 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં લુડો રમતા ચાર લોકોની અટકાયત કરી હતી. લુડો રમતા ચાર લોકો પાસેથી પોલીસે 2.23 લાખ મુદ્દા માલ ઝડપ્યો હતો. આમ તો લુડો રમવા પર કોઈ પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો છે પરંતુ લુડોની આડમાં જુગાર ચાલતા હોવાના કારણે પોલીસ લુડો રમનારા લોકો પર પણ ધ્યાન રાખી રહી છે. પોલીસે આ ચાર વ્યક્તિઓ સામે જુગારનો કેસ દાખલ કર્યો છે

 

આ પણ વાંચો: અમદાવાદમાં પહેલીવાર PUB G રમતા યુવકોની થઇ ધરપકડ

 

ઓનલાઈન ગેમ્સના કારણે દિવસે દિવસે જુગારના નવા સોર્સ ઉભા થઈ રહ્યા છે. આ પહેલા પોકર, તીન પત્તી ગેમની મદદથી પણ લોકો જુગાર રમતા પકડાયા છે. ગેમની નકારાત્મકતાને ધ્યાનમાં રાખી હાલમાં જ PUB Gને બૅન કરવામાં આવી હતી. જુગારધામને બંધ કરવા માટે લુડો પણ બૅન થશે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે.