અમદાવાદઃ ટ્રેનની અડફેટે વટવાના કોન્સ્ટેબલનું મોત

20 April, 2019 11:30 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ ટ્રેનની અડફેટે વટવાના કોન્સ્ટેબલનું મોત

પોલીસ કોન્સ્ટેબલનું ટ્રેનની અડફેટે મોત


વટવામાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની ટક્કરે અમદાવાદ પોલીસના કોન્સ્ટેબલનું મોત થયું છે. આ જ દિવસે વધુ એક વ્યક્તિનું મણિનગર રેલવે ક્રોસિંગ પાસે મોત થયું. જ્યાં અવ્યવસ્થિત ટ્રાફિક અને વધુ રેલવે ટ્રાફિકના કારણે વારંવાર અકસ્માત થતા રહી છે.

અકસ્માતે મોત કે આત્મહત્યા?
વટવાના રહેવાસી લખધીરસિંહ ગોહિલ 30 વર્ષના હતા. તેઓ સાંજે પોણા નવ વાગ્યે જ્યારે રોપડા રેલ્વે ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેનની અડફેટે તેઓ આવી ગયા અને ઘટનાસ્થળ પર જ તેમનું મોત થઈ ગયું. વટવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક તપાસમાં જો અકસ્માતે મોત લાગે છે, છતાં પણ આત્મહત્યા સહિતાના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

મણિનગર પાસે પણ એકનું મોત
મણિનગર પાસે બનેલી ઘટનાના પીડિતની ઓળખ ગણેશ વાઘેલા તરીકે થઈ છે. જેમની ઉંમર 70 વર્ષ હતી. તેઓ બપોરના પોણા બે વાગ્યા આસપાસ ગેરકાયદે પાટા ઓળંગવાનો પ્રયાસ કરી રહયા હતા. પરંતુ તેઓ સમયસર પાટા ઓળંગી ન શકતા ટ્રેનની અડફેટે તેમનું મોત થયું. મણિનગર પોલીસે અકસ્માતે મોતનું ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ નદીમાંથી મળી આવી આશરે 13 લાખથી વધુની ચલણી નોટ

અમદાવાદમાં વારંવાર ટ્રેનની અડફેટે મોતના કિસ્સાઓ સામે આવે છે. ટ્રેનની વધુ ફ્રીકવન્સી અને અવ્યવસ્થિત ટ્રાફિકના લીધે આ બનાવો બને છે.