09 August, 2019 02:15 PM IST |
અમદાવાદમાં ટ્રાફિક નિયમ તોડનાર સામે કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. તો ટ્રાફિક અવેરનેસ માટે ટ્રાફિક જુંબેશ પણ ચલાવી છે. ત્યારે ટ્રાફિક પોલીસે જાહેર કરેલા આકડા પ્રમાણે અમદાવાદમાં કુલ 90 હજાર લોકોએ ઇ મેમોના 45 કરોડ રૂપિયા હજુ સુધી ચુકવ્યા નથી. જેને પગલે આરટીઓએ આ વાહન માલિકો સામે કાર્યવાહી કરતા તેમનું વિભાગીય કાર્ય સ્થગિત કર્યું છે.
આરટીઓ અધિકારી એસપી મુનિયાએ આ વાત કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં મોટા ભાગના ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો આ કેમેરામાં કેદ થાય છે અને તેમને નિયમો તોડવા બદલ ઈ-મેમો ફટકારવામાં આવે છે. વાહન ચાલકોએ આ ઈ-મેમો સંબંધિત પોલીસ સ્ટેશન કે પછી ઓનલાઈન ભરવાનો રહે છે. તેમ છતા શહેરના 90 હજાર લોકોએ ઈ-મેમોના રૂપિયાની ચૂકવણી હજુ સુધી કરવામાં આવી નથી.
આ પણ વાંચો: પાક. એરફોર્સે હિલચાલ વધી: કચ્છ સરહદે હાઇએલર્ટ, દરિયાઇ સુરક્ષાની સમીક્ષા થઇ
આરટીઓએ આ વાહન માલિકોનો રેકોર્ડ રાખ્યો છે આ લોકોનું કોઈ પણ આરટીઓ સંબંધિત કામ કરાશે નહી. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નિયમ ભંગ કરનારા વાહન ચાલકોના વાહનો પણ ડિટેન કરવામાં આવે છે. કુલ 355 વાહન ચાલકો પાસેથી 50 લાખ રુપિયા વસૂલ કરવાનાં બાકી છે. કુલ 219 વાહન ચાલકોના લાઈસન્સ 3 થી 6 મહિના સુધી રદ કરવામાં આવ્યા છે જ્યારે 36 વાહન ચાલકોના લાઈસન્સ કાયમ માટે રદ કરી દેવામાં આવ્યાં છે.