બટાટાના ખેડૂતો પર કેસ કરનારી પેપ્સી કંપનીને કૃષિ મંત્રાલયે નોટિસ ફટકારી

15 July, 2019 07:55 AM IST  |  ગાંધીનગર

બટાટાના ખેડૂતો પર કેસ કરનારી પેપ્સી કંપનીને કૃષિ મંત્રાલયે નોટિસ ફટકારી

અમેરિકાની બહુરાષ્ટ્રિય કંપની પેપ્સીએ ગુજરાતમાં બટાટાની ખેતી કરતા અંદાજિત નવ જેટલા ખેડૂતો પર વિવિધ કોર્ટોમાં કરોડો રૂપિયાના દાવા કરતાં બટાટાની ખેતી કરતાં ખેડૂત સંગઠનોએ પેપ્સી કંપની સામે લડી સેવા બાંયો ચડાવી હતી. આ મામલે ખેડૂતોની એકતા અને લડત સામે જુકી પેપ્સિકોએ કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જોકે હવે આ મામલે દેશનું કૃષિ મંત્રલાય હરકતમાં આવ્યું છે. કૃષિ મંત્રાલયે આ મામલે પેપ્સિકોને નોટિસ ફટકારી છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ કૃષિ મંત્રાલયની એક એજન્સીએ ફૂડ બેવરેજિસ જાયન્ટ પેપ્સીને આ મામલે સાણસામાં લીધી છે. અલાયન્સ ફૉર સસ્ટેનેબલ ઍગ્રિકલ્ચર વતી કવિથા કુરુગ્રાન્તીએ કૃષિ મંત્રાલયમાં આ મામલે અરજી કરી હતી. પાક અને છોડનાં સંરક્ષણો માટે કાર્યરત ખેડૂત અધિકાર મંડળ વતી આ નોટિસ ફટકારવામાં આવી છે. પેપ્સીને આ નોટિસનો જવાબ આપવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ વરસાદના કારણે દક્ષિણ ગુજરાત પાણી-પાણી

અહેવાલ મુજબ પેપ્સી આ નોટિસ મામલે અભ્યાસ કરી રહી છે અને યોગ્ય જવાબ આપશે. ખેડૂતોના અધિકારના કાયદા ૨૦૦૧ મુજબ પેપ્સીએ પ્લાન્ટ વરાઇટી અને સંરક્ષણના કાયદાઓનો ભંગ કર્યો છે. પેપ્સી માટે આ નોટિસ જોખમી સાબિત થઈ શકે છે.

gandhinagar gujarat news