વનરાજોનું વેકેશન પૂરું થયાના પહેલા દિવસે ૧૩૯૨ લોકોએ સિંહદર્શન કર્યા

17 October, 2011 06:47 PM IST  | 

વનરાજોનું વેકેશન પૂરું થયાના પહેલા દિવસે ૧૩૯૨ લોકોએ સિંહદર્શન કર્યા

 

 

સંવનન કાળ દરમ્યાન ટૂરિસ્ટનું કોઈ ડિસ્ટર્બન્સ ન આવે એ માટે ચોમાસામાં ગીર ફૉરેસ્ટમાં ટૂરિસ્ટ માટે પ્રવેશબંધી જાહેર કરાઈ હતી

ગીરનું જંગલ ખુલ્લું મુકાતાં પહેલા જ દિવસે ૧૩૯૨ લોકો સિંહ-દર્શન માટે જંગલમાં ગયા હતા, જ્યારે ૧૩૬ પર્સનલ કારમાલિકોએ પોતાની કાર ગીરમાં લઈ જવા માટે પરમિટ લીધી હતી. ગુજરાત સરકારની ધારણા છે કે દિવાળીની રજાઓ અને સ્કૂલના વેકેશન-પિરિયડ દરમ્યાન આવતા એક મહિનામાં ૭૫ હજારથી ૧ લાખ લોકો ગીર ફૉરેસ્ટમાં સિંહ-દર્શન માટે આવશે.

સિંહોની છેલ્લી વસ્તીગણતરી મુજબ ગીરના જંગલમાં કુલ ૪૧૧ સિંહ-સિંહણ અને તેમનાં બચ્ચાંઓ હતાં. ગયા અઠવાડિયે ‘મિડ-ડે’એ જ્યારે ગીર ફૉરેસ્ટના ડિવિઝનલ ફૉરેસ્ટ ઑફિસર ડૉ. સંદીપકુમાર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે આ વર્ષો ઓછામાં ઓછા નવા ૧૦૦ સિંહો ઉમેરાય એવી શક્યતા છે.