'મોન્ટુની બિટ્ટુ'ના શૂટિંગ બાદ ફેમિલી સાથે વેકેશન એન્જોય કરે છે આરોહી

20 June, 2019 03:33 PM IST  |  અમદાવાદ

'મોન્ટુની બિટ્ટુ'ના શૂટિંગ બાદ ફેમિલી સાથે વેકેશન એન્જોય કરે છે આરોહી

આરોહી પટેલની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ 'ચાલ જીવી લઈએ' સુપરહિટ સાબિત થઈ હતી. દર્શકોની સાથે સાથે ક્રિટિક્સે પણ ફિલ્મના વખાણ કર્યા હતા. એટલે સુધી કે બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષીતે પણ આ ફિલ્મ જોઈને ખાસ ટ્વિટ કર્યું હતું. ત્યારે આરોહી પણ અત્યારે આ સફળતાને માણી રહી છે. ચાલ જીવી લઈએ બાદ આરોહી પોતાની અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે. અને શૂટિંગ પુરુ કર્યા બાદ હવે આરોહી ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે.

આરોહી હાલ પરિવાર સાથે કેનેડાની મુલાકાતે છે. ડિરેક્ટર પિતા સંદીપ પટેલ, રાઈટર અને એક્ટર મમ્મી આરતી પટેલ તેમજ બહેન સાથે આરોહી કેનેડામાં રજાઓ મનાવી રહી છે. સંદીપ પટેલે પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી ફેમિલી ટ્રીપના ફોટોઝ શૅર કર્યા છે. જેમાં એક ફોટોમાં આરતી પટેલ, સંદીપ પટેલ, આરોહી અને તેની બહેન દેખાઈ રહ્યા છે. આ ફોટોની સાથે તેમણે કેપ્શન આપ્યું છે કે,'Library in the city represents culture of the country....#CanadaTrip #FamilyTrip #IFFA2019 p.s: details coming soon....'લાગે છે ડિરેક્ટર સંદીપ પટેલ ટૂંક સમયમાં કંઈક નવી જાહેરાત કરવાના છે.

આ પણ વાંચોઃ ઢોલ અને શરણાઈ સાથે વાજતેગાજતે 'મોન્ટુની બિટ્ટુ' નો લોગો રિલીઝ

ઉલ્લેખનીય છે કેનેડાના ટોરેન્ટોમાં યોજાઈ રહેલી આ IFFAએ ઈવેન્ટમાં પ્રતીક ગાંધીની હિન્દી ફિલ્મ ભવાઈ પણ રિલીઝ થવાની છે. આ પહેલી હિન્દી ફિલ્મમ છે જેમાં પ્રતીક ગાંધી લીડ રોલમાં છે. આરોહી પટેલની વાત કરીએ તો તે મોન્ટુની બિટ્ટુનું શૂટિંગ પૂર્ણ કરી ચૂક્યા છે. અને ઓગસ્ટમાં ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આરોહીની સાથે મેહુલ સોલંકી તેમજ મૌલિક નાયક છે. ફિલ્મને વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરી છે.

aarohi patel