Bad Joke: સ્ટેચ્યુ ઑફ યુનિટી વેચવાનું છેની જાહેરાત કરનાર સામે ફરિયાદ

05 April, 2020 11:35 PM IST  |  Rajpipla | Gujarati Mid-Day Online Correspondent

Bad Joke: સ્ટેચ્યુ ઑફ યુનિટી વેચવાનું છેની જાહેરાત કરનાર સામે ફરિયાદ

સ્ટેચ્યુ ઑફ યુનિટી, કેવડિયા, રાજપિપળા

 ગુજરાતમાં એક અજાણ્યા માણસે ઓનલાઇન એક જાહેરાત મુકી જેને કારણે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તેણે ઓનલાઇન મુકેલી જાહેરતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીને વેચવાની જાહેરાત કરાઇ હતી અને લખ્યું હતું કે ‘સરકાર Covid-19 સામે લડત માટે જરૂરી હૉસ્પિટલ્સ અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કરી શકે તે માટે જે નાણાંની જરૂર છે તેને પહોંચી વળાય એ માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી વેચવાનું છે.’ આ જાહેરાત કરનારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. સ્ટેચ્યુ ઑફ યુનિટી કેવડિયા, નર્મદા જિલ્લામાં આવેલું છે અને આ સ્ટેચ્યુને 30,000 કરોડમાં વેચવાનું છેની જાહેરાત કરવામાં આવી હતી. સરદાર પટેલની યાદમાં તેમને 182 મિટર ઉંચી પ્રતિમા બનાવાઇ છે જેનું ઉદ્ઘાટન 2018માં નરેન્દ્ર મોદીને હસ્તે કરાયું હતું. આ અંગે PTI એ ટ્વિટ કર્યું હતું.

આ જાહેરાત OLX પર કરવામાં આવી હતી તેવું કેવડિયા પોલીસ સ્ટેશનનાં અધિકારીએ જણાવ્યું હતું.  સ્મારકનાં સત્તાધિશોને આ અંગે જાણ થઇ કારણકે અખબારમાં આ અંગે અહેવાલ હતો અને પછી તેમણે IPC સેક્શન એપિડેમિક ડિસિઝ એક્ટ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ આ ફરિયાદ નોંધી હતી. વેબસાઇટ પર જાહેરાત પોસ્ટ કર્યા પછી થોડા સમય પછી તે ખસેડી લેવાઇ હતી. સત્તાધિશે કહ્યું હતું કે સરકારી મિલકત પર તેનો કોઇ હક ન હોવા છતાં તે વેચવાની વાત કરનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ છે.

 

statue of unity narendra modi gujarat