૯ વર્ષની બાળકીએ બૅન્કમાં જમા કરેલા ૫૫૧ રૂપિયા પીએમ કૅર્સ ફન્ડમાં આપ્યા

04 April, 2020 05:25 PM IST  |  Mumbai Desk

૯ વર્ષની બાળકીએ બૅન્કમાં જમા કરેલા ૫૫૧ રૂપિયા પીએમ કૅર્સ ફન્ડમાં આપ્યા

કોરોના વાઇરસ સામેની લડાઈમાં નાનકડા હાથોએ મોટી કમાલ કરી છે. નરોડાની એક ૯ વર્ષની બાળકીએ પોતાની પિગી બૅન્કમાં જમા કરેલી ૫૫૧ રૂપિયાની રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં, જ્યારે ૫૫૧ રૂપિયાની રકમ મુખ્ય મંત્રી રાહત ફન્ડમાં જમા કરાવી છે જેથી કોરોના સામે મુશ્કેલી ભોગવી રહેલા ગરીબોની મદદ થઈ શકે.

આમ તો આ રકમ ફૂલ નહીં તો ફૂલની પાંખડી છે, પણ ગરીબ લોકોની મદદ માટે ૯ વર્ષની નાનકડી હિયા સુથારનો આ વિચાર આકાશને આંબે એવો છે. દેશ આખો કોરોના વાઇરસ સામેની લડાઈમાં ઝઝૂમી રહ્યો છે. મોટા-મોટા ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓ અને રાજકારણીઓ, ક્રિકેટરો પ્રધાનમંત્રી રાહત ફંડમાં કરોડો રૂપિયા જમા કરાવી રહ્યા છે. ઘણા લોકો એવા છે જે મુખ્ય મંત્રી રાહત ફંડમાં પણ રકમ જમા કરાવી રહ્યા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ, મંદિરના મહંતો સેવાકીય પ્રવૃત્તિમાં લાગ્યા છે. એવામાં નરોડા વિસ્તારમાં રહેતી હિયા દીપકભાઈ સુથારે પણ કોરોના સામેની લડાઈમાં ઝંપલાવ્યું છે. નાનકડી હિયા પાંચમા ધોરણમાં અભ્યાસ કરી રહી છે.

coronavirus covid19 gujarat national news