લ્યો બોલો, માંડવીમાં અડધી રાત્રે PUB G રમતા યુવાનની અટકાયત

21 March, 2019 03:56 PM IST  |  માંડવી

લ્યો બોલો, માંડવીમાં અડધી રાત્રે PUB G રમતા યુવાનની અટકાયત

PUB G (File Photo)

છેલ્લા ઘણા સમયથી દેશ અને ગુજરાતભરમાં પબજી ગેમે કહેર મચાવી દીધો છે. પબજી અને મોમો ચેલેન્જ ગેમનું યુવાનોમાં એટલું ઘેલુ લાગ્યું છે કે તેની અસરથી લોકો માનસિક બિમાર થઇ રહ્યા છે તો ઘણા અકસ્માત પણ થયા છે. જેને પગલે ગુજરાતભરમાં સરકારે પબજી ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેને પગલે ગઇકાલે કચ્છમાં પબજી રમતા યુવાનની અટકાયતનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. કચ્છના માંડવી ગામમાં અડધી રાત્રે પબજી રમનાર 23 વર્ષના યુવાનની પોલીસે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : BHUJ: The Pride Of India, જાણો જેના પર બની રહેલી છે ફિલ્મ તે ઘટના શું છે ?

PUB G પર કચ્છમાં પહેલો કિસ્સો સામે આવ્યો

પબજી ગેમ પર ગુજરાતમાં પ્રતિબંધ બાદ દરેક શહેરોમાંથી પબજી રમનાર યુવાનોની અટકાયત થઇ રહી છે. આમ મળી રહેલ માહિતી પ્રમાણે પબજી રમતા યુવાનની અટકાયતનો પહેલો કિસ્સો કચ્છમાં સામે આવ્યો છે. કચ્છના માંડવી શહેરમાં વલ્લભનગરમાં આ કિસ્સો સામે આવ્યો છે.

માંડવીના વલ્લભનગરમાં રાત્રે 1 વાગે પબજી રમતો હતો
પબજી ગેમ પર બહાર પડેલા જાહેરનામાનાં થોડા દિવસમાં કચ્છમાં સૌ પ્રથમ કેસ માંડવી પોલીસમાં નોંધાયો છે. આ કેસમાં શકુરરાજ દાઉદ સુમરા (ઉ.વ.23) રહે. બાબાવાડી વલ્લભનગરની અટક કરવામાં આવી છે. રાત્રીના 1 વાગ્યે વલ્લભનગરમાં જાહેરમાં પોતાના મોબાઇલમાં પબજી ગેમ રમતો હોઇ તે પોઇન્ટ પર વિદ્યાભાઇ દેસાઇ પોલીસ કોસ્ટેબલની નજરે ચડી જતાં જેની અટક કરી આઇ.પી.સી. કલમ 188 અને પોલીસ એકટ 135 મુજબના ગુનો હેઠળ નોંધી આગળની તપાસ એએસઆઇ દિનેશ ભટ્ટી ચલાવી રહયા છે.

kutch gujarat Crime News