ખોડલખામ ટ્રસ્ટ ફરી વિવાદમાં : મહિલા સમિતિએ આપ્યા રાજીનામા

19 March, 2019 09:18 PM IST  |  રાજકોટ

ખોડલખામ ટ્રસ્ટ ફરી વિવાદમાં : મહિલા સમિતિએ આપ્યા રાજીનામા

ખોડલધામ ટ્રસ્ટ મહિલા કમિટિ

સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બહું ચર્ચીત ખોડલધામ ફરી વિવાદનું કેન્દ્ર બન્યું છે. ખોડલધામમાં મહિલાઓમાં આંતરીક વિવાદને કારણે સમિતિના પ્રમુખ શર્મિલા બાંભણીયચા સહીતના અનેક મહિલાઓએ રાજીનામું આપી દીધું છે. જેને પગલે મોટો વિવાદ ઉભો થયો છે. જોકે આ વિવાદ ગત નવરાત્રી સમયનો છે.

ખોડલધામમાં અનેક સમિતિ મહિલા સંચાલીત છે
ખોડલધામના કાર્યક્રમમાં નાના મોટા કામની જવાબદારીથી લઇ અને સંખ્યા એકત્રિત કરવાની જવાબદારી મહિલા સમિતિને આપવામાં આવતી હોય છે. આવા
 સમયે હવે આંતરિક વિવાદના કારણે અનેક મહિલા કન્વીનારોએ રાજીનામું આપી દેતા લોકોમાં ખોડલધામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.


આ પણ વાંચો : 
રાજકોટ : કોર્પોરેશને વેરો વસુલવા મકાનનું પાણી કનેક્શન કાપી નાખ્યું


વિવાદ નવરાત્રી સમયનો છે
ગત વર્ષે નવરાત્રિ સમયથી ચાલતા નાના મોટા વિવાદ હવે હોળી સમયે સળગ્યો છે. સંસ્થામાં મહિલા સમિતિની અવગણના થતી હોવાનો આક્ષેપ ઘણા સમયથી થઇ રહ્યો છે. આ સમસ્યામાં હજુ સુધી કોઇ ફરક ન પડતા મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બાંભણીયા
, કન્વીનર જાગૃતિબેન ઘાડિયા, અનીતાબેન દુધાત્રા સહિતની મહિલાઓએ રાજીનામું આપી દીધું છે.

રાજીનામા બાદ શું કહ્યું મહિલા પ્રમુખે
મહિલા સમીતીના પ્રમુખ શર્મિલાબેને જણાવ્યું હતું કે
, મહિલાઓને પ્રાધાન્ય મળે તે માટે તેઓ કાર્ય કરવા માંગે છે. પરંતુ સંસ્થામાં તેઓને આ કામ કરવામાં ક્યાંક અડચણ ઉદભવતી હતી. જેથી તેઓએ રાજીનામું આપ્યું છે અને આગામી દિવસોમાં સંસ્થા કહેશે તો તેઓ જરૂરથી કામ કરશે. આ સાથે જ લોકસભાની ચૂંટણી નજીક આવતા લેઉવા પાટીદાર સમાજની મોટી સંસ્થા પર રાજકીય પરિબળોની નજર દેખાતા તેમણે જણાવ્યું હતું કે, જે પક્ષ મહિલાઓને પ્રાધાન્ય આપી મહિલાઓ માટે કામ કરશે તેને હંમેશા સપોર્ટ કરવામાં આવશે. સમાજના મોભી નરેશ પટેલ કે પછી રાજકોટ બેઠક પર દાવેદાર માટે ચર્ચામાં આવેલા પરેશ ગજેરા ચૂંટણી લડે તો તેમને પણ પૂરતો સપોર્ટની ખાતરી પણ આ મહિલાઓએ આપી છે.

rajkot gujarat