૦ ડિગ્રી? ગુજરાતમાં ઠંડી તમામ રેકૉર્ડ તોડી નાખશે?

19 January, 2020 08:11 AM IST  |  rajkot

૦ ડિગ્રી? ગુજરાતમાં ઠંડી તમામ રેકૉર્ડ તોડી નાખશે?

છેલ્લા ઑલમોસ્ટ ૧૫ દિવસથી એકધારા કાતિલ શિયાળાનો અનુભવ કરતા ગુજરાતે હજી પણ વધારે આકરી ઠંડી જોવી પડે એવો અંદેશો ગઈ કાલે મળ્યો હતો. ગઈ કાલે ગુજરાતનાં ૧૭ શહેરોનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું નોંધાયું હતું, જેમાં ચાર શહેરોનું તાપમાન તો ૬ ડિગ્રીથી પણ ઓછું હતું. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૪૮ કલાક દરમ્યાન હજી પણ કોલ્ડ વેવની તીવ્રતા વધે એવી શક્યતા છે. ગઈ કાલે ગિરનારમાં ૧.પ ડિગ્રી અને લખપતમાં ૦.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ બન્ને તાપમાન અભ્યાસાર્થે લેવામાં આવે છે. 

ગુજરાત હવામાન વિભાગના સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘ઉત્તરીય પવનોની દિશા પર કોલ્ડ વેવની સંભાવના છે. કોલ્ડ વેવ વધે તો ગુજરાતમાં હજી પણ લઘુતમ તાપમાન નીચું જઈ શકે છે.’

જો એવું બન્યું તો ગુજરાતમાં ઠંડીનો પારો ૩૫ વર્ષ પછી પહેલી વખત ૦ ડિગ્રી પર જઈ શકે છે. ગુજરાતના ડીસા અને નલિયામાં નોંધાયેલી વિક્રમસર્જક ઠંડીમાં ડીસામાં ૦.૯ ડિગ્રી અને નલિયામાં ૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

rajkot gujarat