પશ્ચિમ કચ્છમાં ભરબપોરે સર્જાયો વરસાદી માહોલ

05 October, 2019 10:08 AM IST  |  ભુજ | ઉત્સવ વૈદ્ય

પશ્ચિમ કચ્છમાં ભરબપોરે સર્જાયો વરસાદી માહોલ

ભારે વરસાદ

સમગ્ર દેશ માટે યાદગાર રહેલા આ વર્ષનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે આજે બપોરે કચ્છના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. લખપત-અબડાસામાં બપોરે બે વાગ્યા બાદ  જોતજોતાંમાં ઠેર-ઠેર ધોધમાર ઑક્ટોબર શાવર્સની પધરામણી થઈ હતી.

નખત્રાણામાં બપોરે બેથી ચાર વાગ્યા દરમ્યાન બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તાલુકાના હાજીપીર, લુડબાય, ઢોરા, ઉઠંગડી, દેશલપર (ગુંથલી)માં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો તો અન્યત્ર ધોધમાર ઝાપટાં વરસ્યાં હતાં. માતાના મઢમાં ફરીથી મુખ્ય બજારમાંથી જોશભેર પાણી વહેવા માંડ્યાં હતાં. કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ નખત્રાણામાં 46 મિમી, લખપતમાં ૨૧ મિમી અને અંજારમાં ૧૧ મિમી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : જામનગર, પાલિતાણા અને ભાવનગર તરફ જતી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં વધારો

દરમ્યાન ચાર વાગ્યે ભુજના માધાપર અને આસપાસનાં ગામોમાં પણ જોરદાર ઝાપટું વરસી ગયું છે જ્યારે જિલ્લા મથક ભુજમાં ભારે પવન ફૂંકાતાં નવરાત્રિની ઉજવણી માટે ઠેર-ઠેર ઊભા કરાયેલા મંડપમાં નુકસાન થયું હતું.

bhuj Gujarat Rains