વડોદરા : વાયરલ થયેલા ટ્રાફીક પોલીસના FAKE વીડિયા પાછળનું સત્ય

16 March, 2019 09:52 PM IST  |  વડોદરા

વડોદરા : વાયરલ થયેલા ટ્રાફીક પોલીસના FAKE વીડિયા પાછળનું સત્ય

વાયરલ વીડિયો નીકળ્યો ફેક

આજે વડોદરો ટ્રાફિક પોલીસનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક ટ્રાફિક પોલીસ સાયકલ ચાલકને દંડ ફટકારી રહ્યો છે. સાઈકલ ચાલકને મેમો એ થોડી વિચિત્ર વાત હોવાથી આ વીડિયા સવારથી ખુબ ફેલાયો હતો. સામાન્ય રીતે બાઈક, સ્કૂટર કે ગાડી ચલાવતા લોકોને કાયદાભંગ બદલ દંડ ફટકારવામાં આવે છે. જો કે આ વીડિયો પાછળની હકિકત જુદી જ છે. ચાલો જોઈએ શું છે આ વીડિયા પાછળની સચ્ચાઈ

આ વીડિયો ટ્રાફિક પોલીસ એક વ્યક્તિને મેમો આપી રહી હતી ત્યારે કેટલાક યુવકો દ્વારા આ વીડિયા લેવામાં આવ્યો હતો અને વિગતની જાણ વગર જ આ વીડિયો શૅર કરતા જોત જોતામાં વીડિયો વાયરલ થઇ ગયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલ મેમો એક આઈસર ટેમ્પો ચાલક રમેશભાઈ વાદીને ફટકારવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: ચાલો કરીએ DRS નો રિવ્યુ

 

શું બની ઘટના?

વીડિયોમાં દેખાઈ રહેલા ટ્રાફિક પોલીસ ઈકબાલ યાકુબભાઈએ આ મેમો ફાડ્યો હતો અને આ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, આ ઘટના ચકલા સર્કલ પાસે બની હતી અને તેમણે આઈસર ટેમ્પોને દંડ ફટકાર્યો હતો. આઈસર ટેમ્પોના ડ્રાઈવર રમેશભાઈ વાદી પાસે પૈસા ન હોવાથી તે ટેમ્પો સાઈડમાં રાખી ઘરે પૈસા લેવા ગયા હતા. રમેશભાઈના પરત ફરી ટ્રાફીક પોલીસને પૈસા આપ્યા બાદ પોલીસે પાવતી રમેશભાઇને આપી હતી. આ દરમિયાન લોકોએ તેનો વીડિયો બનાવ્યો અને સોશીયલ મીડિયામાં શેર કર્યો હતો. જોત જોતામાં વીડિયો વાયરલ થઇ ગયો અને લોકોને ખરેખર લાગ્યું હતું કે ટ્રાફીક પોલીસ સાઇકલ ચાલકને મેમો ફટકાર્યો છે. આમ આ સમગ્ર મામલો ખ્યાલ આવતા વીડિયો ખોટા કારણોથી વાયરલ થઇ રહ્યાનું સામે આવ્યું છે.

vadodara