ટ્રમ્પ સ્ટેડિયમમાં ૧ લાખથી પણ વધુ લોકોને સંબોધશે

14 February, 2020 04:17 PM IST  |  Mumbai Desk

ટ્રમ્પ સ્ટેડિયમમાં ૧ લાખથી પણ વધુ લોકોને સંબોધશે

૨૪મી ફેબ્રુઆરીએ અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન હશે. આ જ દિવસે ટ્રમ્પ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને બપોરે ચાર વાગ્યે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે. આ ઉદ્ઘાટન બાદ અમેરિકન પ્રમુખ માટે ‘કેમ છો ટ્રમ્પ?’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ડોનલ્ડ ટ્રમ્પ સ્ટેડિયમમાં ઉપસ્થિત ૧ લાખથી પણ વધુ લોકોને સંબોધન કરશે. કેમ છો ટ્રમ્પ? કાર્યક્રમ સાથે જોડાયેલાં સૂત્રોએ કહ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીધા અમદાવાદ પહોંચશે અને અંદાજે ૨૧૦ મિનિટ સુધી અહીં રહેશે. ટ્રમ્પના સ્વાગત માટે મોદી ઍરપોર્ટ પહોંચશે એવા સમાચાર પણ છે.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ‘હાઉડી મોદી’ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં અમેરિકામાં રહેતા ભારતીયોને પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાઉડી મોદીની તર્જ પર જ ‘કેમ છો ટ્રમ્પ?’ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. પીએમ મોદીના કાર્યક્રમમાં ૪૦-૫૦ હજાર ભારતીય હાજર રહ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આથી પીએમ મોદી મોટેરાના કાર્યક્રમમાં બમણી સંખ્યા ઉપસ્થિત રહે એવું ઇચ્છી રહ્યા છે.
મોટેરા સ્ટેડિયમ ખાતે બે કલાક ચાલનારા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝાંકી કરાવવામાં આવશે.

donald trump gujarat national news