આજથી બે દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના યોગ

14 August, 2019 08:32 AM IST  |  સુરત

આજથી બે દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના યોગ

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના યોગ

હવામાન વિભાગે રાજ્યના કાંઠા વિસ્તારમાં આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની સાથે કાંઠા વિસ્તારોમાં ૪૬ કિ.મીથી ૬૫ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે રાજ્યના કાંઠા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ૪૬-૬૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા અપીલ છે. બંગાળ અને ઓડિશા વચ્ચે એક લો પ્રેશર સક્રિય થયું છે. આ લો પ્રેશરની મૂવમેન્ટ ગુજરાત તરફ છે.

ગુજરાતમાં ૧૪થી ૧૬ ઑગસ્ટે ફરી સારા વરસાદના યોગ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે સારો વરસાદ નોંધાયો છે જેમાં પંચમહાલ, ઉત્તર ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના યોગ લાગી રહ્યા છે.

આ પણ વાંચો : કચ્છમાં ભારે વરસાદ બાદ 80 ગામમાં અંધારપટ, ટ્રેન-વ્યવહાર ખોરવાયો

આગામી ૧૭ ઑગસ્ટથી મઘા નક્ષત્ર આવતું હોવાથી સારા વરસાદના યોગ સર્જાયા છે એટલું જ નહીં, ૧૭મીથી મઘા નક્ષત્રનો પ્રારંભ થાય છે જેમાં સારો વરસાદ પડી શકે છે. અમદાવાદ સહ‌િતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

gujarat saurashtra surat Gujarat Rains