થ્રી લેયર સિક્યૉરિટી માટે અમેરિકાથી સીક્રેટ સર્વિસ એજન્ટો આવશે

13 February, 2020 12:45 PM IST  |  Mumbai Desk

થ્રી લેયર સિક્યૉરિટી માટે અમેરિકાથી સીક્રેટ સર્વિસ એજન્ટો આવશે

તસવીર : પી.ટી.આઇ.

૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની અમદાવાદ મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ મુલાકાત દરમિયાન તેમની થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવા માટે અમેરિકાના સીક્રેટ સર્વિસ એજન્ટ મહિના પહેલાં જ અમદાવાદના ટ્રમ્પના મુલાકાતનાં સ્થળોની ચકાસણી કરી ગયા હતા, જેના આધારે મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાતેને લઈ તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.

સબ સલામત? : આગામી ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. એ દરમ્યાન તેઓ અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેશે એ પહેલાં ગુજરાત પોલીસની બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડે આશ્રમની સુરક્ષાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

donald trump united states of america narendra modi