સૌરાષ્ટ્ર: 3 દિવસ ભારે વરસાદની આગાહી, તમામ કર્મચારીઓની રજા રદ

08 August, 2019 07:43 PM IST  | 

સૌરાષ્ટ્ર: 3 દિવસ ભારે વરસાદની આગાહી, તમામ કર્મચારીઓની રજા રદ

ગુજરાતમાં મેઘરાજાએ ધુઆધાર ઇનીંગ રમ્યા બાદ થોડા દિવસ વિરામ લીધો છે. ત્યારે હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવનારા ત્રણ દિવસ હળવાથી ભારેથી અને અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં આવનારા 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને કલેક્ટરે રાજકોટ જિલ્લામાં તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે અને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં 10 તારીખના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટમાં NDRFની એક અને SDRFની બે ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજકોટ શહેર-જીલ્લામાં ભારે વરસાદ અંગે કલેક્ટર જણાવ્યું હતું કે,'વરસાદને ધ્યાનમાં રાખીને પુરતી તૈયારી કરવામાં આવી છે. હાલ રાજકોટ પાસે NDRFની એક અને SDRFની બે ટીમ તૈનાત છે. હવે તો જામનગરમાં રહેલ આર્મી સાથે પણ રાજકોટનું ટાઈઅપ થઈ ગયુ છે. આથી રાજકોટ શહેર-જીલ્લામાં કોઈપણ ડીઝાસ્ટર થાય અને જરૂર પડ્યે તો જામનગરથી આર્મીના 56 જવાનોને મદદ માટે બોલાવી શકાય તેમ છે.' વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાના તમામ અધિકારીઓની રજા પણ રદ કરવામાં આવી છે.

હવામાન ખાતાની માહિતી અનુસાર હાલ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની રહી છે. આ લો પ્રેશર ઉત્તર પૂર્વની ખાડીમાં બની રહ્યું છે. જેથી શુક્રવારથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. વરસાદની શરૂઆત મધ્ય ગુજરાતથી થશે જે ધીમે ધીમે સૌરાષ્ટ્ર પ્રયાણ કરશે.

Gujarat Rains