FRCમાં ફીની વિગતો રજૂ ન કરનાર 273 શાળા સામે કાર્યવાહીનો SCનો આદેશ

16 January, 2019 11:39 AM IST  |  અમદાવાદ

FRCમાં ફીની વિગતો રજૂ ન કરનાર 273 શાળા સામે કાર્યવાહીનો SCનો આદેશ

ફાઇલ ફોટો

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ફી રેગ્યુલેશન મામલે સુપ્રીમ કોર્ટમાં હાલમાં વચગાળાની સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં હાલ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાની તારીખ આપવામાં આવેલ છે. સુનાવણી દરમિયાન સરકારે સુપ્રીમનું ધ્યાન દોર્યું કે, ગુજરાતમાં હજુ પણ 273 શાળાઓએ ફી રેગ્યુલેશન મામલે દરખાસ્ત કે એફિડેવિટ કરી નથી. સુપ્રીમ કોર્ટે આ સ્કૂલો સામે કડક પગલાં ભરવા સરકારને જણાવ્યું હતું. સરકાર ટૂંક સમયમાં જ સ્કૂલોને આ અંગે નોટિસ આપશે.

વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે સુપ્રીમના ઓર્ડરને લઇને હાલમાં અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ જણાવે છે કે, સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે શાળાઓ પ્રોવિઝનલ ફી કરતા પણ વધારે ફી વસૂલ કરી રહી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.

આ પણ વાંચો: ટૂંક સમયમાં અમદાવાદીઓ કરી શક્શે મેટ્રોની સવારી, આ દિવસે ટ્રાયલ રન

હવે પછીની સુનાવણી ફેબ્રુઆરીમાં કરવામાં આવશે. જોકે 273 શાળામાંથી 185 સ્કૂલ એવી છે, જ્યાં સ્કૂલ સંચાલકોનો સમાવેશ કરવામાં આવે છે અને તે આ વર્ષથી પોતાની સ્કૂલો બંધ કરી રહ્યા છે. એસોસિયેશન ઑફ પ્રોગેસિવ શાળાના સેક્રેટરીએ જણાવ્યુ કે, એફિડેવિટ રજૂ ન કરનાર શાળા સામે પગલા ભરવા અનિવાર્ય છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર 273 શાળાઓેને એક અઠવાડિયામાં નોટિસ આપવાની શરૂ કરાઇ છે.

gujarat ahmedabad