રાજકોટ રેલવે સ્ટેશનની રીટર્ન ગિફ્ટ પ્લાસ્ટિક ટાળો, ચોકલેટ મેળવો

25 September, 2019 09:05 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

રાજકોટ રેલવે સ્ટેશનની રીટર્ન ગિફ્ટ પ્લાસ્ટિક ટાળો, ચોકલેટ મેળવો

પ્રતીકાત્મક તસવીર

પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય એ માટે દેશભરમાં શરૂ કરવામાં આવેલા અભિયાનના ભાગરૂપે રાજકોટ રેલ્વે સ્ટેશને મજાની પ્રથા ચાલુ કરી છે. રેલ્વે સ્ટેશન પર એક સેલ્ફી પોઇન્ટ બનાવ્યો છે. આ સેલ્ફી પોઇન્ટ પર લખવામાં આવ્યું છે, પ્લાસ્ટિક ફ્રી ઇન્ડ‌િયા. આ સેલ્ફી પોઇન્ટ પાસે જે કોઈ સેલ્ફી પડાવે એમને રાજકોટ રેલ્વે દ્વારા રીટર્ન ગિફ્ટ આપવામાં આવે છે. જો તમે અઢાર વર્ષથી મોટા હો તો તમને રેલ્વે ડિપાર્ટમેન્ટ તરફથી કાપડની થેલી ભેટ તરીકે આપવામાં આવે છે અને જો તમે અઢારથી નાના હો તો તમને ચોકલેટનું નાનું પેકેટ ગિફ્ટમાં આપવામાં આવે.

લોકો હોંશેભર પ્લાસ્ટિકનો વપરાશ ટાળે અને ઇન્ડિયા પ્લાસ્ટિક ફ્રી બને એ માટે રાજકોટ રેલ્વે સ્ટેશને આ રીટર્ન ગિફ્ટની સિસ્ટમ અપનાવી છે. ઇન્ડિયાના તમામ રેલ્વે સ્ટેશનમાં એક માત્ર રાજકોટ જ એવું છે જેણે આ સિસ્ટમ અપનાવી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરને વન-ટાઇમ યુઝ પ્લાસ્ટિક પર બૅન મુકતાં લોકો એ પ્રકારનું પ્લાસ્ટિકની ચીજવસ્તુ વાપરવાનું છોડે એવા હેતુથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ છે. વોટ્સઍપના સમયમાં ન્યુઝપેપર વાંચવાનો કે હોર્ડિંગ જોવાનો લોકો પાસે સમય ઓછો છે પણ વોટ્સઍપ પર પુષ્કળ સમય ખર્ચતા હોવાથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કર્યુ છે કે દર ત્રણ કલાકે પ્લાસ્ટિક વિરુધ્ધની એક ઇમેજ સુરતીઓને મોકલવામાં આવશે, જેનાથી તેમને સતત હેમરિંગ થયા કરશે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો છે.

આ પણ વાંચો : 21 દિવસમાં 1000 ડેન્ગી-મલેરિયાના કેસ નોંધાયા, 3 બાળકોનાં મોત

આ ઇમેજ સવારે દસથી સાંજે છ સુધીમાં જ મોકલવામાં આવશે જેથી લોકોને ડિસ્ટર્બ ન થાય. ઇમેજ મોકલવા માટે સુરત કોર્પોરેશન પોતાની પાસે રહેલાં મોબાઇલ નંબરનો ડેટા ઉપયોગમાં લેશે.

rajkot Rashmin Shah