પૂરની પરિસ્થિતિમાં અદ્ભુત કામ કરનાર પોલીસનું સન્માન કરશે ગુજરાત

13 August, 2019 08:11 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

પૂરની પરિસ્થિતિમાં અદ્ભુત કામ કરનાર પોલીસનું સન્માન કરશે ગુજરાત

પૂરની પરિસ્થિતિમાં અદ્ભુત કામ કરનાર પોલીસનું સન્માન કરશે ગુજરાત

વડોદરામાં ૪૫ દિવસની બાળકી માટે વાસુદેવની ભૂમિકા ભજવનારા અને મોરબીમાં બે દીકરીઓને ખભા પર બેસાડીને ધસમસતા વહેણ વચ્ચેથી બહાર લાવવાનું કામ કરનારા તથા એવું જ કામ કરનારા પોલીસ-કર્મચારીઓનું સન્માન કરવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું છે. સામાન્ય રીતે આ કામગીરી પોલીસ-કર્મચારીઓની નથી હોતી, પણ છેલ્લા ૧૫ દિવસ દરમ્યાન બધું ભૂલીને પૂરની પરિસ્થિતિમાંલોકોને મદદ કરવા આગળ આવેલા પોલીસ-કર્મચારીઓનાં નામની યાદી ગુજરાત સરકાર દ્વારા મગાવવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ: બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 3નાં મોત, 9 ઘાયલ

ગુજરાતના ગૃહમંત્રાલયે એ પણ નક્કી કર્યું છે કે આ જે સન્માન હશે એ અવૉર્ડ કે સર્ટિફિકેટના સ્વરૂપે કરવાને બદલે માતબર કહેવાય એવી કૅશ રકમ આપીને કરવું અને એ કૅશ પણ પોલીસ-કર્મચારીઓના પરિવારજનોના હાથમાં આપવી. આવું નક્કી કરવા પાછળનું કારણ એ છે કે પોલીસ-કર્મચારીઓનું સાચું પીઠબળ પરિવારજનો જ હોય છે, એ તેમને સમાજને ઉપયોગી બનવાની દિશામાં હિંમત અને પ્રેરણા આપતા હોય છે. એવા સમયે એ પરિવારના સભ્યોનું પણ આ પ્રકારે બહુમાન થાય તો સ્વાભાવિક રીતે તેમને પણ એ ગમે અને અન્ય પણ તેમનામાંથી પ્રેરણા લે.

rajkot gujarat Gujarat Rains