મહા સાયક્લોન: મહાનુકસાન તો પાકું જ છે

04 November, 2019 08:44 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

મહા સાયક્લોન: મહાનુકસાન તો પાકું જ છે

મહા સાયક્લોન

આ વખતે કારતક મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો છે, જેનું કારણ અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલું મહા સાયક્લોન છે. આ ‘મહા’ની તાકાત અરબી સમુદ્રમાં જ ઓસરવાની શરૂઆત થઈ હોવાના સંકેત મળ્યા પછી પણ ગુજરાત આ ટેન્શનમાંથી બહાર નીકળી શકે એમ નથી, કારણ કે સાયક્લોન વિખેરાવાને કારણે ઊભા થનારા ડિપ્રેશનને લીધે ગુજરાતમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની પૂરી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ જો એવું બન્યું તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૭૦થી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
જો ‘મહા’ને કારણે વરસાદ આવ્યો તો ગુજરાતમાં સૌથી મોટી નુકસાની કૃિષ‌ ઉત્પાદનોએ જોવી પડશે. અત્યારે ઘઉં-બાજરી ખેતરમાં છે. વરસાદ વચ્ચે એ પાકનું ધોવાણ થશે તો તૈયાર થઈ ગયેલી મગફળી પણ નેસ્તનાબૂદ થાય એવી શક્યતાને નકારી ન શકાય, જ્યારે દક્ષિણ ગુજરાતમાં શેરડીના પાકને પણ મોટું નુકસાન થાય એવી સંભાવના છે.

આ પણ વાંચો : 70 મિનિટમાં સુરતથી મુંબઈ પહોંચી ગયું હાર્ટ: 40 વર્ષની મહિલાનું કરાયું ટ્રાન્સપ્લાન્ટ

કૃષિનિષ્ણાતોની ધારણા મુજબ જો હવે આ મહા વરસાદ લાવશે તો ગુજરાતના ખેડૂતોએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ કૃષિ નુકસાન ભોગવવું પડશે. અધૂરામાં પૂરું, જમીનનું ધોવાણ થશે એ લટકામાં.

rajkot gujarat Rashmin Shah