આ પંચમુખી પપૈયું જશે સોમનાથ મહાદેવના ચરણોમાં

09 July, 2019 07:51 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

આ પંચમુખી પપૈયું જશે સોમનાથ મહાદેવના ચરણોમાં

પંચમુખી પપૈયું

રાજકોટ પાસે આવેલા નવાગામના હેમંતભાઈ સોલંકીની વાડીમાં એક અજાયબી જોવા મળી હતી. હેમંતભાઈની વાડીમાં ઉગાડવામાં આવેલા પપૈયાના ઝાડ પર એક નહીં, બે નહીં, ત્રણ નહીં પણ પંચમુખી એટલે કે પાંચ મુખ હોય એવું પપૈયુ ઉગ્યું છે.

સામાન્ય રીતે મુખ માત્ર એક જ રુદ્રાક્ષને હોય છે પણ અહીંયા પંચ મુખ પપૈયાને આવતાં હેમંતભાઈએ નક્કી કર્યુ છે કે આ પંચમુખી પપૈયાનો કોઈ જાતનો ઉપયોગ કરવો નહીં અને એ રુદ્રાક્ષપતિ મહાદેવના ચરણોમાં ચડાવવું, જેની માટે હેમંતભાઈ આ પપૈયાને સોમનાથ મહાદેવને ચડાવશે.

હેમંતભાઈએ કહ્યું હતું, ‘ચાલીસ વર્ષના મારા પોતાના અંગત અનુભવ પછી હું કહું છું કે પપૈયા ક્યારેય આકાર બદલતાં નથી, એ ગોળ કે લંબગોળ જ બને પણ પાંચમૂખી પપૈયુ એક ચમત્કાર છે. મેં બીજા પપૈયા ઉત્પાદકોને પણ એ દેખાડ્યું ત્યારે બધાનું કહેવું એ જ થયું કે આનો ઉપયોગ હવે ખાવામાં ન કરવો જોઈએ.’

આ પણ વાંચો : ગુજરાત: ગાયની હત્યા કરવા પર 10 વર્ષની સજા, 1 લાખ દંડ

પંચમુખી પપૈયાને અમુક એન્ગલથી જોવામાં આવે તો એ ગણપતિની મૂર્તિ જેવો લૂક પણ દર્શાવે છે. આ પંચમુખી પપૈયાનું વજન અંદાજે સાડા સાતસો ગ્રામ જેટલું છે. એને હજુ ઝાડ પરથી ઉતારવામાં નથી આવ્યું. આજે એને ઝાડ પરથી સીધું જ લાલ કપડામાં લઈને સીધું મહાદેવના ચરણોમાં ધરવામાં આવશે.

rajkot gujarat Rashmin Shah