ચૂંટણીની મોસમમાં ગુજરાતમાંથી 518 કરોડના ડ્રગ્સની જપ્તી

17 April, 2019 07:14 AM IST  |  ગુજરાત | રણજિત જાધવ / ચેતના યેરુણકર

ચૂંટણીની મોસમમાં ગુજરાતમાંથી 518 કરોડના ડ્રગ્સની જપ્તી

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ડ્રગ્સ અને નાર્કોટિક્સની જપ્તીનો સિલસિલો પણ પુરજોશમાં છે. ચૂંટણીની મોસમ શરૂ થયા પછી છેલ્લા વીસ દિવસમાં ૧,૧૧૦.૦૮ કરોડ રૂપિયાનાં ૫૧,૨૫૧. ૭૨ કિલો ડ્રગ્સ અને નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવ્યાં છે. દેશના ચૂંટણીપંચના આંકડા મુજબ ૫૧૮.૦૬ કરોડ રૂપિયાનાં ડ્રગ્સની જપ્તી સાથે ગુજરાત પ્રથમ ક્રમે છે. વીસ દિવસમાં ડ્રગ્સ ઉપરાંત બિનહિસાબી રોકડ રકમ, સોના-ચાંદી જેવી કીમતી ધાતુઓ અને દારૂ વગેરે મળીને કુલ ૨૫૫૦.૭૫ કરોડ રૂપિયાના માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે.

સાત તબક્કાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૧ એપ્રિલે ૯૧ મતવિસ્તારોમાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે. ૨૬ માર્ચથી ૧૫ એપ્રિલ સુધીમાં કુલ ૧૧૧૦ કરોડ રૂપિયાનાં ૫૧,૨૫૧.૭૨૪ કિલો ડ્રગ્સ-નાર્કોટિક્સ આખા દેશમાંથી જપ્ત કરવામાં આવ્યાં હતાં, એમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધારે એટલે કે ૫૧૮.૦૬ કરોડ રૂપિયાનો હતો. ત્યાર પછી દિલ્હીમાં ૩૪૮.૪૮ કરોડ રૂપિયાનો, પંજાબમાં ૧૫૪.૯૫ કરોડ રૂપિયાનો, મણિપુરમાં ૩૧.૨૪ કરોડ રૂપિયાનો અને કેરળમાં ૧૯.૭૯ કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આખા દેશમાં ૨૦ દિવસમાં સરેરાશ દરરોજ ૨૫૬૨.૫૫ કિલો ડ્રગ્સની જપ્તી નોંધાઈ છે.

૨૬ માર્ચથી ૧૫ એપ્રિલ સુધી જપ્તીના આંકડા

૧૧૧૦.૦૮ કરોડ રૂપિયાનાં ડ્રગ્સ અને નાર્કોટિક્સ

૬૭૫.૮૦૪ કરોડ રૂપિયા - બિનહિસાબી રોકડ રકમ પકડાઈ

૫૦૩.૪૯૫ કરોડ રૂપિયાની સોના-ચાંદી જેવી કીમતી ધાતુ પકડાઈ

૨૧૧.૭૫૪ કરોડ રૂપિયાનો દારૂ પકડાયો

આ પણ વાંચો : અમદાવાદની હવા થઈ પ્રદૂષિત, એર ક્વૉલિટી ઈન્ડેક્સ સતત થઈ રહ્યો છે ખરાબ

૪૯.૬૨૩ કરોડ રૂપિયાની મતદારોને વહેંચણીની વસ્તુઓ પકડાઈ

૧૫૫૦.૭૫ કરોડ રૂપિયા - જપ્ત કરાયેલી ચીજોની કુલ કિંમત

Election 2019 gujarat