રાજકોટના ડેમમાં 70 દિવસ ચાલે એટલું જ પાણી

05 June, 2019 08:00 PM IST  |  રાજકોટ

રાજકોટના ડેમમાં 70 દિવસ ચાલે એટલું જ પાણી

આજી ડેમ (File Photo)

દેશભરના અનેક વિસ્તારોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. હજી દેશમાં ચોમાસું સત્તાવાર શરૂ નથી થયું, વરસાદ હજી પણ રાહ જોવડાવી શકે છે. રહવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખની આગાહી તો કરી દીધી છે, પરંતુ પાણીની સમસ્યા લોકોને ટટળાવી રહી છે.

રાજકોટ શહેરમાં અનેક ઠેકાણે પાણીનો કકળાટ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં રાજકોટવાસીઓની મુશ્કેલી વધી શકે છે. રાજકોટની જીવાદોરી ગણાતા આજી 1 અને ન્યારી ડેમમાં માત્ર 70 દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું છે. 70 દિવસ બાદ પાણીનો જથ્થો પૂરો થઈ જશે. એમાંય માઠા સમાચાર એ છે કે આજી 1 અને ન્યારી 1 ડેમમાં નર્મદાનું પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

રાજકોટ શહેરને પાણી પહોંચાડતા આજી 1 અને ન્યારી 1 ડેમમાં નર્મદાના પાણીનું અપાતું હતું. જેને કારણે પાણીનો જથ્થો જળવાઈ રહેતો હતો. પરંતુ નર્મદા ડેમનું પાણી બંધ કરાતા રાજકોટ વાસીઓને ઓગસ્ટ મહિના સુધી મળે તેટલું જ પાણી આ ડેમમાં વધ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટ શહેરમાં ઇદગાહ દરગાહમાં મનાવાઈ ઈદ

રાજ્ય સરકાર દ્વારા રાજકોટના આજી 1 અને ન્યારી 1 ડેમમાં રોડનું 5 MCFT પાણી ઠાલવવામાં આવતું હતું. જેને કારણે પાણીનો જથ્થો જળવાઈ રહ્યો હતો. આજી ડેમ-1 ડેમમાં પાણીની સપાટી 21 ફૂટ અને ન્યારી-1 ડેમમાં પાણીની સપાટી 14 ફૂટ પહોંચી છે. હાલ આજી ડેમ-1માં 49 ટકા અને ન્યારી -1 ડેમમાં 33 ટકા પાણી બચ્યું છે. આ પાણીનો જથ્થો રાજકોટ વાસીઓને 70 દિવસ સુધી તેટલો જ છે.

rajkot gujarat news