રાજકોટમાં નવરાત્રિ દરમિયાન ૧૨ વાગ્યા સુધી સાઉન્ડ વગાડવાની મંજૂરી મળી

28 September, 2019 09:24 AM IST  |  રાજકોટ

રાજકોટમાં નવરાત્રિ દરમિયાન ૧૨ વાગ્યા સુધી સાઉન્ડ વગાડવાની મંજૂરી મળી

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર

રાજકોટ : (જી.એન.એસ.) નવરાત્રિને લઈને રાજકોટ ઇન્ચાર્જ પોલીસ-કમિશનર સંદીપ સિંહની પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન રાજકોટમાં પોલીસનો ચુસ્ત પોલીસ-બંદોબસ્ત રહેશે. રાત્રે ૧૨ વાગ્યા સુધી જ સાઉન્ડ વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં નવરાત્રિ દરમિયાન ૬૬૯ પોલીસ-કર્મચારીઓ ખડેપગે રહેશે જેમાં બે ડીસીપી, ૪ એસીપી, ૧૨ પીઆઇ અને ૪૩ પીઆઇએસ ફરજ બજાવશે.

અર્વાચીન નવરાત્રિ આયોજકોએ ગ્રાઉન્ડમાં સીસીટીવી લગાવવા ફરજિયાત છે. ૩૦ દિવસ સુધી સીસીટીવીનો ડેટા સાચવી રાખવો ફરજિયાત છે. ફાયર-સેફ્ટીનાં સાધનો અને એનઓસી મેળવવું ફરજિયાત છે. તેમ જ પાર્કિંગની વ્યવસ્થા અને સિક્યૉરિટી રાખવી ફરજિયાત છે. શહેરમાં ૨૮ કમર્શિયલ, ૧૦૩ પ્રાચીન અને ૪૬૯ નાની ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જ ૧૭ વેલકમ નવરાત્રિનું પણ આયોજન છે.

rajkot gujarat navratri