રાજકોટ: કાલે STના કર્મચારીઓ કરશે અચોક્કસ મુદતની હડતાલ

21 February, 2019 07:10 PM IST  |  રાજકોટ

રાજકોટ: કાલે STના કર્મચારીઓ કરશે અચોક્કસ મુદતની હડતાલ

તસવીર સૌજન્ય: બિપિન ટંકારિયા

રાજકોટમાં કાલે એસટી બસના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ કરશે. આવતીકાલે તમામ કર્મચારીઓ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરશે. આ હડતાલ આક્રમક બની શકે એવા પણ એંધાણ અત્યારથી જ જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના 45 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર છે, જેને કારણે લાખો મુસાફરોને હાલાકી પડી રહી છે. તો બીજી તરફ રેલવે સ્ટેશનો પર મુસાફરોની લાઈનો લાગી છે.

rajkot gujarat