પાટીદાર અનામત આંદોલનનું અસ્તિત્વ નથી રહ્યું : નરેશ પટેલ

02 May, 2019 07:52 AM IST  |  રાજકોટ | (જી.એન.એસ.)

પાટીદાર અનામત આંદોલનનું અસ્તિત્વ નથી રહ્યું : નરેશ પટેલ

નરેશ પટેલ

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા છેલ્લા કેટલા દિવસોથી જેલમાં બંધ છે. આ અંગે પાસ કન્વીનર અને પાટીદાર અગ્રણી સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ ખોડલધામ ટ્રસ્ટના ચૅરમૅન નરેશ પટેલે મીડિયા સાથે વાત કરી હતી.

ખોડલધામ ટ્રસ્ટના ચૅરમૅન નરેશ પટેલે જણાવ્યું હતું કે ‘પાટીદાર સમાજના યુવકો અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે મારી સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં અલ્પેશ કથીરિયા સિવાય અન્ય પાટીદાર યુવકો પર થયેલા કેસોની પણ ચર્ચા થઈ હતી. પાટીદાર યુવકોએ આ કેસમાં તેમની મદદ કરવાની વિનંતી કરી હતી.

પાસના આંદોલનમાં રાજકારણ આવ્યું હોવા અંગેના પુછાયેલા પ્રશ્ન વિશે નરેશ પટેલે કહ્યું હતું કે ‘હાર્દિક પટેલ ઉપવાસ પર બેઠો હતો ત્યારે પણ મેં કહ્યું હતું. ખોડલધામ અને ઉમાધામમાંથી એક કમિટી બને અને આ કેસોમાં સરકાર પાસે ચર્ચા થાય અને આજે પણ આ વાત થઈ હતી.’

આ પણ વાંચો : ગુજરાતને ભ્રષ્ટ શાસકો પાસેથી હું મુક્ત કરાવીશ: શંકરસિંહ વાઘેલા

પાસના મુખ્ય કન્વીનરોએ મારી પાસે સમય માગ્યો હતો, કારણ કે અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે વાત કરવાની હતી. અનામત આંદોલન અંગે પૂછતાં નરેશ પટેલે જણાવ્યું હતું કે ‘અત્યારના સમયમાં અનામત આંદોલનનું કોઈ અસ્તિત્વ મને નથી લાગતું. તમે હાર્દિક પટેલની વાત કરો છો તો કેટલાક લોકો બીજેપીમાં જોડાયા અને છોડી પણ મૂક્યું હતું. જોકે આ તેમની અંગત વાત છે કે શેમાં જવું શેમાં ન જવું.’

patidar anamat andolan samiti gujarat rajkot