40 દિવસમાં મહાનગરપાલિકામાં ડેન્ગીના 274 કેસ નોંધાયા

17 October, 2019 09:16 AM IST  |  રાજકોટ

40 દિવસમાં મહાનગરપાલિકામાં ડેન્ગીના 274 કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ડેન્ગીએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા ડેન્ગીના આંકડા છુપાવી રહી હોવાનો કૉન્ગ્રેસ આક્ષેપ કરી રહી છે. મહાનગરપાલિકાના આંકડા મુજબ છેલ્લા ૪૦ દિવસમાં ૨૭૪ કેસ નોંધાયા છે, જ્યારે કૉન્ગ્રેસના સરપ્રાઇઝ ચેકિંગમાં છેલ્લા ૧૫ દિવસમાં ૬૧૫ કેસ નોંધાયા છે. કૉન્ગ્રેસે પ્રેસ- કૉન્ફરન્સ યોજી આ આંકડા જાહેર કર્યા છે. મહાનગરપાલિકામાં ૧૩ હૉસ્પિટલના આંકડા જોઈએ તો ૧૫ દિવસમાં ૬૧૫ કેસ ડેન્ગીના સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં ખાનગી હૉસ્પિટલ ૧૭૨૬ નોંધાયેલી છે. આંકડા છુપાવનાર કર્મચારી અને અધિકારીને સસ્પેન્ડ કરવા કૉન્ગ્રેસની માગ છે. રાજકોટમાં ડેન્ગીથી ૧૫ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે.

કૉન્ગ્રેસ બાદ મેયર બીનાબહેન આચાર્ય દ્વારા પ્રેસ-કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૩૪૧ કેસ ડેન્ગીના નોંધાયા છે. કૉન્ગ્રેસે ખોટા આંકડા જાહેર કર્યા છે. આરોગ્ય વિભાગે હંમેશાં રોગચાળાના સાચા આંકડા જાહેર કર્યા છે. સૌથી વધુ સપ્ટેમ્બર માસમાં ડેન્ગીના કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : સરકાર બૅકફુટ પરઃ બિનસચિવાલય ક્લર્કની પરીક્ષા 17 નવેમ્બરે લેવાશે

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે રાજકોટ આવ્યા છે. તેમણે સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી અને વધતા રોગચાળાને કાબૂમાં કરવા તંત્રની કામગીરી ચકાસવા આવી રહી છે. ડેન્ગીના વધતા કેસોને લઈને સિવિલ હૉસ્પિટલમાં બેઠક યોજી હતી.

rajkot gujarat dengue