પ્રતાપ ઠાકોરે અલ્પેશની સરખામણી શ્વાન સાથે કરી

05 October, 2019 10:18 AM IST  |  રાધનપુર

પ્રતાપ ઠાકોરે અલ્પેશની સરખામણી શ્વાન સાથે કરી

અલ્પેશ ઠાકોર

સોશ્યલ મીડિયામાં અલ્પેશનો વિડિયો વાઇરલ થયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ફરી એક વખત રાધનપુર વિધાનસભાની ચૂંટણી પહેલાં વધુ એક વિડિયો વાઇરલ થયો છે. રાધનપુર વિધાનસભાની ચૂંટણીમાં વધુ એક વિડિયો વાઇરલ થયો છે.

અલ્પેશ ઠાકોર સામે પ્રતાપ ઠાકોર નામના વ્યક્તિએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે અલ્પેશ અંગત સ્વાર્થ માટે અહીંથી ત્યાં ભટકે છે. પ્રતાપ ઠાકોરના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રતાપ ઠાકોરે અલ્પેશની સરખામણી શ્વાન સાથે કરી મત ન આપવા અપીલ કરી હતી. રાધનપુર વિધાનસભાની ચૂંટણી સમયે વધુ એક વિડિયો વાઇરલ થતાં જાણે એવું લાગે કે અલ્પેશને હરાવવા માટે અને તેની ઠાકોર સેનાની નજરમાં ભડકાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

આ પણ વાંચો : પશ્ચિમ કચ્છમાં ભરબપોરે સર્જાયો વરસાદી માહોલ

પ્રતાપ ઠાકોરે અલ્પેશને આડે હાથ લેતાં જણાવ્યું કે અલ્પેશ રૂપિયા લઈને પાર્ટી બદલી રહ્યો છે, જેથી તેમણે સમાજના લોકોને અલ્પેશ ઠાકોરને મત ન આપવા અપીલ કરી હતી. પ્રતાપસિંહે તો અલ્પેશને એટલે સુધી કહી દીધું કે અલ્પેશ ઠાકોર ઠાકોર નથી, ઠાકોર એક વાર બોલે તો ફરી ન જાય.

Alpesh Thakor Gujarat BJP gujarat