9 ફેબ્રુઆરીના ગાંધીનગરમાં યોજાશે પ્રાઇડ પરેડ...

08 February, 2020 01:47 PM IST  |  Mumbai Desk

9 ફેબ્રુઆરીના ગાંધીનગરમાં યોજાશે પ્રાઇડ પરેડ...

દેશમાં જુદાં જુદાં શહેરોમાં ફેબ્રુઆરી મહિનામાં પ્રાઇડ પરેડનું આયોજન કરવામાં આવે છે. પ્રાઇડ પરેડ એક આઉટડોર ઇવેન્ટ છે જે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વિર સોશિયલ અને આત્મસ્વીકાર, ઉપલબ્ધિઓ, લીગલ રાઇટ્સ અને પ્રાઇડને ઉજવે છે.

એલજીબીટીક્યૂ કમ્યુનિટી આ વર્ષે 9 ફેબ્રુઆરી 2020ને રવિવારના રોજ બપોરે 2 વાગ્યે આ પરેડનું આયોજન ગાંધીનગરમાં કરી રહી છે. આ પરેડમાં જુદાં જુદાં રસપ્રદ પર્ફોર્મન્સ પણ જોવા મળશે. આ પરેડની શરૂઆત તીબેટન માર્કેટ સેક્ટર બ6, ગાંધીનગરથી શરૂ કરવામાં આવશે અને સેક્ટર 7 સુધી આંતરિક રીતે જોડાતાં રસ્તાઓ પરથી ફરી જ્યાંથી શરૂ કર્યું હતું તે સ્થળે પહોંચશે.

ઉલ્લેખનીય છે કે પ્રાઇડ ફોર ઓલ એ બધાંના પ્રાઇડ માટે છે તેથી આમાં કોઇપણ જાતિ, લિંગ, ધર્મ કે એવી અન્ય કોઇપણ બાબતને સ્થાન આપવામાં નથી આવતું. આ પરેડમાં જોડાવવા માટે કેટલાક સૂચનો પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે તમે તમને જરૂરી લાગતાં પોસ્ટર્સ લઈ આવી શકો છો પણ NRC, NPR અને CAA સંબંધિત વસ્તુઓ લઇ જવાની સખત મનાઇ છે.

gandhinagar gujarat