પંચમહોત્સવમાં કિંજલ દવેના કાર્યક્રમમાં શ્રોતાઓએ ખુરસીઓ ઉછાળી અને તોડી

25 December, 2018 06:46 PM IST  | 

પંચમહોત્સવમાં કિંજલ દવેના કાર્યક્રમમાં શ્રોતાઓએ ખુરસીઓ ઉછાળી અને તોડી

કાર્યક્રમમાં તોડફોડનો વીડિયો થયો છે વાઈરલ

રવિવારે રાત્રે પાવાગઢની તળેટીમાં યોજાયેલા ગુજરાતની ગાયિકા કિંજલ દવેના કાર્યક્રમમાં શ્રોતાઓ ભાન ભૂલી ગયા હતા અને તાનમાં આવીને ખુરસીઓ ઉછાળીને તોડફોડ કરી હતી. ગઈ કાલે દિવસભર આ તોડફોડના વિડિયો વાઇરલ થયા હતા.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પાવાગઢની તળેટીમાં પંચમહોત્સવ કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે પણ હાલમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રવિવારે રાત્રે કિંજલ દવેનો કાર્યક્રમ યોજાયો હતો. કિંજલ દવેનાં લોકગીતો પર શ્રોતાઓ ઝૂમવા લાગ્યા હતા. આ દરમ્યાન રિધમ સાથેનું ડાકલાનું ગીત ગવાતાં શ્રોતાઓ એના તાલે ઝૂમવા લાગ્યા હતા. ઘણાબધા શ્રોતાઓ આનંદના અતિરેકમાં જાણે કે ભાન ભૂલી ગયા હોય એમ ખુરસીઓ ઉછાળી-ઉછાળીને નીચે પટકવા લાગ્યા હતા.

જોતાજોતા તો કાર્યક્રમસ્થળે પાછળના ભાગમાં શ્રોતાઓને બેસવા માટે મુકાયેલી ખુરસીઓને હવામાં ઉછાળવામાં આવી હતી અને ખુરસીઓનો ઢગલો થઈ ગયો હતો.