સુરતઃપીએમ મોદીએ કરી કે-9 વજ્ર ટેન્કની સવારી

19 January, 2019 03:42 PM IST  |  | Dirgha media news agency

સુરતઃપીએમ મોદીએ કરી કે-9 વજ્ર ટેન્કની સવારી

K-9 વજ્ર ટેન્કનું સમર્પણ

સુરત:વડાપ્રધાન મોદી ગુજરાતમાં પોતાના ત્રણ દિવસના પ્રવાસ અંતર્ગત આજે સુરત પહોંચ્યા. સુરતમાં પીએમ મોદીએ સૈન્યને કે-9 વજ્ર ટેન્ક સમર્પિત કરી. પોતાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરાની L&T કંપનીના પ્લાન્ટમાં નિર્મિત થયેલી તોપનું નિરીક્ષણ કર્યું હતું, સાથે જ બારીકાઈપૂર્વકની માહિતી મેળવી હતી. L&Tના કર્મચારીઓએ વડાપ્રધાનને તોપ અને તેની વિશેષતા વિષે માહિતી આપી હતી.

કેવી છે કે-9 વજ્ર ટેન્ક

મોદી ટેન્કની સવારીએ

1) આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હોવિટઝર ગન પણ કહેવાય છે. બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે તેવી આ ટેન્ક છે.

2) આ ટેન્ક 40 કિમીથી લઈને 52 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવે છે.

3)K-9 15 સેકન્ડની અંદર 3 સેલ છોડી શકે છે.

4) કંપની આવી 100 ટેન્ક બનાવવાની છે. જેમાં 90 સુરતમાં અને 10 પુણેમાં તૈયાર થશે.

આ પણ વાંચો : વાયબ્રન્ટ ગુજરાત: અમારો મંત્ર રિફોર્મ, પર્ફોર્મ, ટ્રાન્સફોર્મ- મોદી

તો આગામી કાર્યક્રમ પીએમ મોદી સેલવાસ પહોંચશે. સેલવાસમાં પીએમ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. મોદીની સભામાં લગભગ 2 લાખ કરતા વધુ લોકો આવવાની સંભાવના છે. જેને લઈને 12 કંપની મિલેટ્રી ફોર્સ મહારાષ્ટ્રથી, 350 ગુજરાતથી, 250 જવાનો 7 એસપી 21 ડીવાયએસપી બંદોબસ્તમાં છે. સેલવાસથી દમણ ગયા બાદ પાએમ 495 આદિવાસી ખેડૂતોને જંગલની જમીનમાં ખેતી કરવાના હક્કપત્રો આપશે. આ સિવાય પીએમ અન્ય કરોડો રૂપિયાના પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે.