રોગચાળો અટકાવવા તંત્ર એક્શનમાં, ડે. સીએમ નીતિન પટેલે બોલાવી બેઠક

20 August, 2019 05:46 PM IST  |  ગાંધીનગર

રોગચાળો અટકાવવા તંત્ર એક્શનમાં, ડે. સીએમ નીતિન પટેલે બોલાવી બેઠક

નીતિન પટેલ (File Photo)

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. વરસાદ અટકતા નીચાણવાળા વિસ્તારોમાં હવે પાણી ઉતરી ચૂક્યા છે અને જનજીવન પણ પાટે ચડી ચૂક્યુ છે. જો કે જ્યાં જ્યાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યાં ત્યાં હજીય મુશ્કેલીઓ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવે રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે રાજ્યમાં રોગચાળો વકરે નહીં તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે.

રાજ્યમાં રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય પ્રધાન નીતિન પટેલે બેઠક બોલાવી હતી. આરોગ્ય પ્રધાન નીતિન પટેલે બેઠક બોલાવી રાજ્યમાં આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલ, આરોગ્ય કમિશનર જયંતી રવિની અધ્યક્ષમાં યોજાી હતી. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના EMO(એપિડેમિક મેડિકલ ઓફિસર) અને DMO ડિસ્ટિક મેડિકલ ઓફિસર્સ હાજર રહ્યા હતા. આરોગ્ય પ્રધાન નીતિન પટેલે તમામ DMO અને EMO પાસે તેમના જિલ્લાના આરોગ્યની સ્થિતિ વિશે માહિતી માગી હતી.

આ પણ વાંચોઃ આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

આ ઉપરાંત રાજ્યમાં મેલેરિયાના કેસ વધી રહ્યા છે. આ અંગે પણ આરોગ્ય પ્રધાને માહિતી માગી હતી. આ ઉપરાંત લોકોને મચ્છરદાની આપી, મચ્છરથી બચવા તેમજ મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે કામગીરી કરવા ખાસ સૂચના આપી હતી. આ ઉપરાંત જિલ્લાના તંત્રને તમામ કામગીરી મીડિયાની હાજરીમાં કરવાની પણ સૂચના આપી છે.

Nitin Patel gandhinagar gujarat