NTPC કચ્છમાં 20 હજાર કરોડના ખર્ચે અલ્ટ્રા-મેગા સોલર પ્લાન્ટ સ્થપાશે

21 August, 2019 08:47 AM IST  |  કચ્છ

NTPC કચ્છમાં 20 હજાર કરોડના ખર્ચે અલ્ટ્રા-મેગા સોલર પ્લાન્ટ સ્થપાશે

એનટીપીસી

રાષ્ટ્રીય એનર્જી કંપની એનટીપીસી ગુજરાતમાં કચ્છ ખાતે ૫૦૦૦ મેગાવૉટ સુધીનું ઉત્પાદન કરી શકે એવો અલ્ટ્રા-મેગા સોલર પાર્ક સ્થાપવાની યોજના ધરાવે છે અને એમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા કે એનાથી પણ વધારે રોકાણ કરાશે.

કચ્છમાં અને રાજસ્થાનમાં પણ અલ્ટ્રા-મેગા સોલર પાર્કની સ્થાપના કરવા માટે વિચારી રહ્યા છીએ. કચ્છમાં અમે પ્રતિ મેગાવૉટ ૪ કરોડના રોકાણ સાથે ૫૦૦૦ મેગાવૉટનું ઉત્પાદન કરવાની યોજના ધરાવીએ છીએ, જેના માટે કુલ ૨૦,૦૦૦ કરોડનું રોકાણ કરવું પડશે. અમે કચ્છમાં બેથી ત્રણ સ્થળો શોધી રહ્યા છીએ. આ પાર્કમાં રોકાણ કરવા માટે અમે અન્ય કંપનીઓને પણ આમંત્રિત કરીશું એમ એનટીપીસીના ચૅરમૅન અને એમડી ગુરુદીપ સિંહે પત્રકારોને જણાવ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ: 2020ની આઇપીએલ મૅચની મજા દર્શકો આ સ્ટેડિયમમાં માણી શકશે

તેમણે કહ્યું હતું કે કંપની રાજસ્થાનમાં પણ અલ્ટ્રા-મેગા સોલર પાર્ક સ્થાપવા માટે નજર દોડાવી રહી છે, પરંતુ સ્થળની પસંદગી થઈ ગયા પછી જ કેટલું ઉત્પાદન કરાશે અને કેટલા રોકાણની જરૂર પડશે એ અંગેનો નિર્ણય લઈશું. એનટીપીસી સૉલિડ વેસ્ટમાંથી વીજળીનું ઉત્પાદન કરવા માટે વિવિધ શહેરોની મ્યુનિસિપાલિટીઓ સાથે જોડાણ કરવાની પણ યોજના ધરાવે છે.

kutch gujarat