મુંબઈ: ભાઈંદરના પરીક્ષા કેન્દ્ર પર B.Comનું પેપર ફૂટ્યું

09 April, 2019 10:55 AM IST  | 

મુંબઈ: ભાઈંદરના પરીક્ષા કેન્દ્ર પર B.Comનું પેપર ફૂટ્યું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ યુનિવર્સિટીની B.Comની પરીક્ષાનું ભાઈંદર (ઈસ્ટ)માં આવેલી અભિનવ કૉલેજ કેન્દ્ર છે. પાંચ એપ્રિલે T.Y.B.Comના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા હતી. સવારે સાડાદસ વાગ્યે પરીક્ષાનો સમય શરૂ થવાનો હતો. એ પહેલાં ૧૫ મિનિટ આગળ અભિનવ કૉલેજના પ્રોફેસર મયુર દામાસિનિયાએ તપાસ કરવા માટે ટૉઇલેટમાં ગયા હતા. એ વખતે ત્યાં અલોક ચતુર્વેદી નામનો પરીક્ષામાં બેસનારો વિદ્યાર્થી મોબાઇલમાં કંઈ વાંચતો તેમને દેખાયો હતો. એથી પ્રોફેસર મયૂરને શંકા આવતાં તેમણે વિદ્યાર્થી પાસે મોબાઇલ માગ્યો હતો. મોબાઇલમાં વાંચતાં તેમને ધ્યાનમાં આવ્યું કે થોડા સમય પછી શરૂ થનારા પેપરમાં પૂછેલા પ્રશ્નોના એ જવાબ હતા. ત્યાં ઊભેલા બીજા વિદ્યાર્થી ફરહાન ખાનના મોબાઇલની પણ તપાસ કરતાં તેના મોબાઇલમાં પણ ૧૨ ઉપપ્રશ્નોના જવાબ ક્રમ પ્રમાણે એમ જ હતા. એ પછી પરીક્ષા શરૂ થયા બાદ પરીક્ષા કેન્દ્રમાં એક ક્લાસમાં શહાનલાજ મન્સૂરી કંઈ અલગ કરી રહ્યો હોવાનું ત્યાં ઉપસ્થિત એક્ઝામિનર રાજેશ સોનવણે નામના ટીચરને લાગ્યું હતું.

આ પણ વાંચો : મુંબઈ: ચૂંટણીને લીધે દસમા-બારમાનાં પરિણામ મોડાં જાહેર થઈ શકે

એથી ટીચરે તેની પાસે તેની હૉલ ટિકિટ માગી હતી અને એની પાછળ તે બન્ને પાસે રહેલા ક્રમ અનુસાર જવાબ તેની પાસે પણ મળી આવ્યા હતા. પરીક્ષા શરૂ થવા પહેલાં જ ઉપપ્રfનના ક્રમ અનુસાર જવાબ મળી આવતાં પેપર ફૂટ્યું હોવાની શંકા પ્રિન્સિપાલ કેશવ પરાંજપેને ગઈ હોવાથી તેમણે નવઘર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નવઘર પોલીસે ફરિયાદની નોંધ કરીને ત્રણેય પર ગુનો નોંધ્યો હતો.

mumbai news bhayander mumbai university mumbai