Live Gujarat Lok Sabha Election 2019 : PM મોદીના માતા પરિણામોથી ખુશ

23 May, 2019 11:42 AM IST  |  ગાંધીનગર

Live Gujarat Lok Sabha Election 2019 : PM મોદીના માતા પરિણામોથી ખુશ

PM મોદીના માતાએ ઝીલ્યું લોકોનું અભિવાદન(તસવીર સૌજન્યઃ ANI)

ગુજરાતમાં ભાજપ જ્વલંત વિજય મેળવી રહ્યું છે. પોતાનો જ વિક્રમ તોડવા તરફ ભાજપ આગળ વધી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીના માતા પણ આ પરિણામોથી ખુશ છે. તેઓ થોડા સમય પહેલા રાયસણ ખાતેના પોતાના નિવાસસ્થાને બહાર આવ્યા અને લોકોનું અભિવાદન ઝીલ્યું.

વડાપ્રધાન મોદી તેમના માતા હીરાબાથી ખૂબ જ નજીક છે. તેઓ જ્યારે પણ ગાંધીનગર જાય ત્યારે માતાની અચૂક મુલાકાત લે છે અને તેમના આશીર્વાદ લે છે. 2014 લોકસભા ચૂંટણી વખતે હીરાબાએ કહ્યું હતું કે તેઓ હવે પોતાના પુત્રને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.

Loksabha 2019 narendra modi gandhinagar gujarat